આપણું ગુજરાતરાજકોટ

રાજકોટમાં કૉંગ્રેસ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરાયા.

લાંબા સમયથી ભાજપની સત્તા હોય શાસકોને અહંકાર આવી ગયો છે: શક્તિસિંહ

વિશ્વમાં સૌથી વધુ જૂઠ મોદીજી બોલી રહ્યા છે જૂઠ બોલવામાં પારિતોષિક મળવું જોઈએ: મુકુલ વાસનિક
નાની બાળાઓ અને સગીરાઓ ગુજરાતમાં સલામત નથી: અમિતભાઈ ચાવડા

  રાજકોટ : આજરોજ રાજકોટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવેલ જેમાં ગુજરાતના પ્રભારી રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનીક (જનરલ સેક્રેટરી AICC), ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ,  ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. 

મુકુલ વાસનીકે જણાવ્યુ હતું કે ગુજરાત કોંગ્રેસના સંગઠન બાબતે લાંબા સમયથી શહેર જિલ્લા પ્રમુખો અને કોંગ્રેસ નેતાઓ સાથે ચર્ચાનો દોર ચાલી રહ્યો છે તેના ભાગરૂપે આજે સૌરાષ્ટ્રના પાટનગર સમાન અને શૈક્ષણિક હબ ગણાતા રાજકોટમાં આવેલા છીએ જેમાં આજે ત્રણેક જિલ્લાઓના આગેવાનો સાથે બેઠકો કરવાના છીએ ગુજરાતના વિવિધ પ્રશ્નોમાં કોંગ્રેસની ભૂમિકા શું હશે અને કયા પ્રકારના કાર્યક્રમો આપવા તે અંગે ચર્ચા વિચારણા થશે ગુજરાત એ દેશના વડાપ્રધાન નું રાજ્ય પણ ગણાય છે ગુજરાતના કે કેન્દ્રના જે કાંઈ નરેન્દ્ર મોદીએ વચનો આપ્યા છે તે પાળી બતાવ્યા નથી ઈમાનદારીથી વચનો પાળવા જોઈએ મોદી જૂઠ બોલવામાં વિશ્વમાં નંબર વન છે જૂઠ બોલાવવામાં તેને પારિતોષિક દેવો જોઈએ હાલ સમગ્ર ભારતમાં બેરોજગારી, મોંઘવારી મહિલા સુરક્ષા, ખેડૂત આત્મહત્યાઓ સહિતની ઘટનાઓ માં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે દેશમાં સરકારી આંકડા પર રોજ 83 મહિલાઓ પર રેપ થાય છે 26% માં સજા થાય છે બંગાળ કે કલકત્તામાં રાષ્ટ્રપતિ જો બનાવને વખોડી કાઢતા હોય તો ગુજરાતમાં સુરેન્દ્રનગર દાહોદ તેમજ અન્ય જિલ્લાઓમાં મહિલાઓ કે બળાત્કાર, છેડતી ઉત્પીડન મા ગુજરાતમાં થાય છે ત્યારે કેમ એક શબ્દ પણ બોલતા નથી. ગુજરાત એ નરેન્દ્ર મોદીનું રાજ્ય છે અને ગ્રહ મંત્રી અમિત શાહ પણ ગુજરાતના છે ત્યારે દુષ્કર્મની વધતી જતી ઘટનાઓ માં ચિંતાજનક વધારો ગુજરાતમાં થયો છે. 2014 થી 2024 સુધીમાં 1,17,000 ખેડૂતો, યુવાનો એ બેરોજગારી અને સ્વાસ્થ્ય સેવાઓ કથળી હોવાને કારણે આત્મહત્યા કરી છે.

 અંકલેશ્વરમાં એક કંપનીમાં નોકરી માટે ભગદોડ મચી ગઈ હતી. ઇઝરાયેલ માં હાલ યુદ્ધ ચાલુ હોવા છતાં ભારતના બેકારોને રોજગારી માટે ત્યાં જવું પડે છે. ભારત કા સંવિધાન શાસકો બદલવા માંગે છે પરંતુ છેલ્લે ચૂંટણીમાં જે નરેન્દ્ર મોદીની સરકાર હતી. અને શાસકો જણાવતા હતા અબકી બાર 400 કે પાર પરંતુ ભારતના મતદાતાઓએ 400 બેઠકનું સુરસુરીયું કરી દીધું છે અને ટેકા વાળી સરકાર બનાવવાની ફરજ પડી છે સંસદીય લોકશાહીની વ્યવસ્થા ખોરંભે પડી છે. આ સરકાર ઉદ્યોગપતિની સરકાર છે અને આગામી દિવસોમાં રાહુલ ગાંધીનું ગુજરાત કબજે કરવાનું સપનું સાકાર થાય તે માટે અમે સતત પ્રયાસો કરતા રહેશું.

શક્તિસિંહજી ગોહિલે દરેક પ્રેસ મિત્રોનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરતા નવરાત્રિના તહેવારો ચાલે છે માતાજીના આશીર્વાદ સમગ્ર ગુજરાત પર બની રહે તેવી શુભકામના પાઠવી હતી હાલ જુદા જુદા જિલ્લાઓમાં જે મહત્વના આગેવાનો છે તેઓની સાથે કેટેગરી વાઈસ ઝોન બનાવી ગુજરાત કોંગ્રેસનું સંગઠન વધુને વધુ મજબૂત બને એ માટે શું શું કરવું જોઈએ એ માટે વિચાર વિમસ થાય એ દ્રષ્ટિ થી રોજના ચાર થી પાંચ જિલ્લાઓ સાથે મીટીંગો થાય છે તેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત તેમજ આજે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં પણ ચાર જિલ્લાઓની બેઠકમાં કોંગ્રેસના સંગઠન અંગે ચર્ચાઓ થશે ભાજપની સત્તા લાંબા સમયથી ચાલે છે ભાજપને અહંકાર આવી ગયો છે બે મિનિસ્ટરોના સામસામેની વાતો તે ગુજરાતની જનતા પૂરી રીતે વાકેફ છે ગુજરાતની જનતા જાગે છે કોઈ સભ્ય બનવા રાજી નથી ભાજપનો પેજ પ્રમુખ પણ નારાજ છે ગુજરાતમાં ડ્રગ્સ સૌથી વધુ આવે છે કરોડો રૂપિયાના ડ્રગની હેરાફેરી કરવામાં ગુજરાત નંબર વન બન્યું છે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ફુલિયો ફાલ્યો છે. 

આ પણ વાંચો : Social Media પર અપમાનજનક શબ્દો ભાંડનાર સામે ભુજ અને રાજકોટમાં ફરિયાદ

ભ્રષ્ટાચારીઓ અને દુષ્કર્મના આરોપીઓ ના કનેક્શનનો ભાજપના આગેવાનો સાથે મળે છે દાહોદમાં નાની દીકરીની હત્યા કરવામાં આવી તે આચાર્ય ભાજપ અને આરએસએસ સાથે સંકળાયેલ હોય તે પ્રકારના પુરાવા મળ્યા હતા દીકરીઓ પર દુષ્કર્મ થતું જાય છે જેમાં કોણ જવાબદાર નાની દીકરીઓ પર અત્યાચારો થાય છે ભાજપના પેટનું પાણી હલતું નથી ઓગસ્ટમાં અતિવૃષ્ટિ ની સહાય હજુ સુધી ખેડૂતોને મળી નથી કોંગ્રેસના શાસનમાં જેટલું નુકસાન એટલું વળતર પરંતુ હાલ આ સરકાર આ અમલવારી કરતી નથી વર્ક ઓર્ડર માટે ટકાવારીના ચેક ભાજપના ફંડમાં આપવા પડે છે. નવે નવા બનાવેલા કરોડો રૂપિયાના ડામરના પોપડા ઉખડી જાય છે એરપોર્ટનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે ભ્રષ્ટાચાર પરાકાષ્ઠા વટાવી દીધી છે આગામી દિવસોમાં કોંગ્રેસનો કાર્યકર લોકોના પ્રશ્નો અને ભાજપના ભ્રષ્ટાચાર અંગે શેરીઓમાં ઉતરશે અને આ ભ્રષ્ટાચારી સરકારને જળમૂળમાંથી આગામી મહાનગરપાલિકા, નગરપાલિકા અને વિધાનસભાઓની ચૂંટણીમાં સંગઠન વધુ મજબૂત બનાવી ઉખાડીને ફેંકી દેશું.

અમિતભાઈ ચાવડાએ અક્ષેપો કરતા જણાવ્યું કે ગુજરાત માં ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ છે સલામત ગુજરાતની વાતો હવામાં છે આજે પરિસ્થિતિ એવી છે કે ગુજરાતમાં દારૂ તો ખુલ્લેઆમ વેચાય છે અને પીવાય પણ છે પણ ડ્રગ જ્યારે ગુજરાતમાં ટ્રેડિંગ ગુજરાતનું હબ બન્યું છે આ માફિયાઓના કનેક્શનનો કમલમ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળે છે. 

ગુજરાતમાં બહેન, દિકરીઓની સલામતી નથી દરેક માતા પિતાને નવરાત્રીમાં અગાઉના શાસનમાં જ્યારે ગુજરાતમાં મધરાતે પણ દીકરીઓ નવરાત્રિ પૂરી કરીને ઘેર પાછી ફરતી ત્યારે કોઈ ચિંતા હતી નહીં પરંતુ હાલના શાસકો ના રાજમાં દીકરીઓ અને સગીરાઓ પર વધતા જતા ગેંગરેપ અને દુષ્કર્મ ની ઘટનાઓમાં પણ વધારો થયો છે નવરાત્રીમાં પાંચ વર્ષની સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા માં દીકરી પર બળાત્કાર થયો તેના હજુ સુધી એફએસએલ રિપોર્ટ આવ્યો નથી આજે ગ્રહ રાજ્ય મંત્રી રાજકોટમાં છે અને ગુજરાતમાં સવાર સુધીના રમવા અંગેના ભાષણો કરે છે પરંતુ જે દીકરીઓને સગીરાઓ પર થતા બળાત્કારમાં તેઓની મુલાકાત લેવાનું તેમને સુજતું નથી મહેસાણા વડોદરા રાજકોટ આટકોટ ખાતે બળાત્કારની ઘટનાઓ બની છે પોલીસ અને પ્રશાસનનો ડર રહ્યો નથી આજે રાજકોટમાં જ્યારે ગ્રહ રાજ્ય મંત્રી હોય ત્યારે ધાંગધ્રા માં દીકરી પર થયેલા બનાવો અંગે પણ કહેવું પડે ખાલી ભાષણો આપવાથી કશું થતું નથી બહેન દીકરીઓની સલામત નથી જવાબદારી નિભાવવામાં આ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે ગુજરાતમાં મુખ્યમંત્રી ધરણા પર બેસી જાય પણ ગુજરાતમાં થતી દીકરીઓ પરના દુષ્કર્મ અને સગીરા પરના ગેંગરેપ માં મુખ્યમંત્રી કેમ કશું કરી શકતા નથી ગુજરાતની સ્થિતિ અને દિવસે કથળી રહી છે ત્યારે આગામી દિવસોમાં આ અંગે કોંગ્રેસ આક્રમક કાર્યક્રમો આપશે.

આજની પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા મીડિયા સેલ ઇન્ચાર્જ મનીષભાઈ દોશી, ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ રાઓલ, પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા, રાજકોટના પ્રભારી ભીખુભાઈ વારોતરીયા, બિપેન્દ્રસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિસાન સેલના પ્રમુખ પાલભાઈ આંબલીયા, સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા નિદતભાઈ બારોટ, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ, એન એસ યુ આઈ ના ગુજરાત પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, યુવા આગેવાન રોહિતસિંહ રાજપૂત, ધરમભાઈ કાંબલીયા, મેઘજીભાઈ રાઠોડ, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button