આપણું ગુજરાતગાંધીનગર

ખાખી પહેરવા થઈ જાઓ તૈયાર! પોલીસમાં 14,820 તથા સીવીલીયન સ્ટાફની 245 જગ્યાઓ પર કરાશે ભરતી…

ગાંધીનગર: રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવાઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આગામી વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ-14,820 જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે.

ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ-12,472 જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગૃહ વિભાગ વર્ષ-2025માં રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની આ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરશે.

વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે તેમાં 129 એસ.આર.પી.એફ.ના હથિયારી પી.એસ.આઈ, 126 વાયરલેસ પી.એસ.આઈ, 35 એમ.ટી. પી.એસ.આઈ, 551 ટેકનીકલ ઓપરેટર, 45 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-1, 26 મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર, ગ્રેડ-2, 135 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-2, 7281 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3010 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3214 એસ.આર.પી.એફ.ના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 300 જેલ સિપાઈ(પુરુષ) અને 31 જેલ સિપાઈ(મહિલા) સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત વર્ષ-2025માં પોલીસ ખાતાની કચેરીઓની સીનીયર ક્લાર્કની 45 તથા જુનીયર ક્લાર્કની 200 જગ્યાઓ મળી કુલ-245 જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી હાથ ધરવામાં આવશે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…