Khyati Hospital ના કાળા કારોબારનો થશે પર્દાફાશ, પોલીસને હાથ લાગી આ મહત્ત્વની વસ્તુ
Ahmedabad News: અમદાવાદની ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હૉસ્પિટલમાં (Khyati Multispecialty Hospital) થયેલા બે લોકોના મોત બાદ હાલ કેસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ક્રાઈમ બ્રાંચની (Crime Branch) ટીમે સંજય પટોલીયા (Sanjay Patolia) તથા સીએ (CA), આઈટીના જાણકારોને (IT Experts) સાથે રાખીને શનિવારે હૉસ્પિટલમાં સર્ચ ઑપરેશન કર્યું હતું. સર્ચ દરમિયાન આઈટી અને પોલીસની ટીમને સર્વર રૂમમાંથી 15 ફાઈલો મળી હતી. જેમાંથી હૉસ્પિટલની વહીવટી ફાઈલો, પેશન્ટના નામ, કઈ સારવાર કરી, કેટલું બિલ બન્યું જેવી વિગતો હતી. ઉપરાંત હૉસ્પિટલના એકાઉન્ટને લગતી ફાઇલો મળી હતી.
આઈટીની ટીમ 2 થી 3 દિવસમાં જ સર્વરની તમામ માહિતી પોલીસને આપશે
આઈટી ટીમને સાથે રાખીને પોલીસે સર્વર રૂમમાં તપાસ કરી હતી અને હૉસ્પિટલના એક્સેસ મેળવ્યા હતા. સર્વર હાથમાં આવી જતાં ખ્યાતિ હૉસ્પિટલ શરૂ થઈ ત્યારથી ઘટના બની ત્યાં સુધીની તમામ વિગતની કુંડળી પોલીસના હાથમાં આવી ગઈ છે. આઈટીની ટીમ 2 થી 3 દિવસમાં જ સર્વરની તમામ માહિતી પોલીસને આપી દેશે.
Also Read – કૌભાંડની બૂ? મોરબીમાં PMJAY અંતર્ગત સૌથી વધુ ઓપરેશન કરનારી હોસ્પિટલ સામે તપાસના આદેશ
પીઆરએલ, ઑએનજીસી, રેલવે, શેલ કંપનીના 141 લોકોની સારવાર કરી હોવાની ફાઇલો તેમજ 5 કોર્પોરેટ કંપની સાથેના એમઓયુ સહતિ 21 ફાઈલ કબજે કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે વીડિયોગ્રાફી, ફોટોગ્રાફી અને પોલીસને સાથે રાખી 2 કલાક સુધી સંજયની ઑફિસ તથા ઑપરેશન થિયેટરમાં તપાસ કરી હતી.
ખ્યાતિ હૉસ્પિટલ 01-09-2021થી શરૂ કરવામાં આવી હતી, ત્યારથી 28-10-2024 સુધીમાં 8534 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. આ પૈકી 3842 દર્દીઓની સારવાર પીએમજેએવાય યોજના હેઠળ કરવામાં આવી હતી. તેમાંથી સારવાર દરમિયાન 112 દર્દીના મોત થયા હતા.