આપણું ગુજરાત

અમદાવાદમાં નવરાત્રીને લઈ પોલીસે બહાર પાડી ગાઈડલાઇન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. અમદાવાદ સહિતના મહાનગરો અને શહેરો અને ગામોમાં નવરાત્રીને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. અમદાવાદમાં ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ અને કલબમાં ગરબાનું વિશાળ આયોજન કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને અવ્યવસ્થા ન સર્જાય એ માટે અમદાવાદ પોલીસ દ્વારા ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. પોલીસ દ્વારા ખેલૈયાઓની વીમા પોલિસી સહિતના ૧૨ મુદ્દાઓની ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં આ વર્ષે વિવિધ પાર્ટી પ્લોટ્સ, ફાર્મ હાઉસ અને ક્લબ મળીને ૫૦ જેટલા સ્થળોએ નવરાત્રીનું આયોજન કરવામાં આવી શકે છે. નવરાત્રીના આયોજનકર્તાઓ દ્વારા પોલીસ પાસે પરવાનગી લેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નવરાત્રીને ધ્યાનમાં લઇને પોલીસે ૧૨ મુદ્દાની ગાઇડલાઇન જારી કરી છે. નવરાત્રી દરમિયાન મહિલા અને પુરુષ સિક્યોરિટી ગાર્ડ રાખવા પડશે તેમ જ એન્ટ્રી-એક્ઝિટ વિસ્તાર અને પાર્કિંગ એરિયા કવર થાય એ રીતે સીસીટીવી કેમેરાનું ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે. આ ઉપરાંત ટ્રાફિકજામની સમસ્યા ન સર્જાય તેનું ધ્યાન પણ આયજકોએ રાખવાનું રહેશે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button