Ahmedabad માં યુવતીના પોલીસના કડવા અનુભવના આક્ષેપ સામે પોલીસે કર્યો આ ખુલાસો

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં યુવતીને ફરિયાદ નહિ લેવાનો કડવો અનુભવ થયો હોવાનો વિડીયો સોશીયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. યુવતીએ વિડીયો બનાવીને ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ કમિશ્નરને મદદ કરવા અપીલ કરી હતી. જો કે આ અંગે પોલીસે ખુલાસો કર્યો હતો કે આ તમામ આક્ષેપ પાયાવિહોણા છે.
ગાડીને ટક્કર મારીને નીકળી ગયા હતા
જેમાં સમગ્ર ઘટનાની વિગત મુજબ આયેશા ગલેરીયા નામની યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે પોતાની સાથે બે દિવસ પહેલા ઘટના બની હતી તે વિષે જણાવે છે. યુવતીએ વીડિયોમાં જણાવ્યુ છે કે , બે દિવસ પૂર્વે તે રાત્રે એસ.જી. હાઇવે પર વાયએમસીએ ક્લબ પાસે રાત્રે ગાડી લઈને જઈ રહી હતી ત્યારે એક વ્યક્તિએ તેની ગાડીને ટક્કર મારીને નીકળી ગયા હતા. મે આગળ જઈને ગાડી રોકી અને આવું કેમ કર્યું એનું કારણ પૂછ્યું તો મારી સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા અને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. આ દરમિયાન પોલીસને 100 નંબર ડાયલ કર્યો હતો અને મારા ભાઈને ફોન કરીને બોલાવ્યા હતા.’
ભાઈની ફરિયાદ નોંધી
યુવતીએ વિડીયોમા જણાવ્યું હતું છે કે આ દરમિયાન જયારે પોલિસ આવી હતી તો મેં સમગ્ર વાત જણાવી હતી પરંતુ તેમને મારી કોઈ જ વાતચીત સાંભળી ન હતી અને કોઈ પણ એક્શન લીધા ન હતા. આ મામલે ફરિયાદ નોંધાવવા સરખેજ પોલીસ સ્ટેશન પહોંચી તો ત્યાં પણ કોઈ મારી વાત સાંભળી જ હતી અને મને ચાર કલાક બેસાડી રાખી હતી જયારે સામેવાળા ભાઈની ફરિયાદ નોંધી અને તેમને એસી રૂમમાં બેસાડીને સરભરા કરવામાં આવી રહી હતી અને મારી ફરિયાદ પણ નોંધી ન હતી.
પોલીસની સ્પષ્ટતા સામે આવી
બીજી તરફ યુવતીના વાયરલ વિડિયો મુદ્દે શહેર પોલીસની સ્પષ્ટતા સામે આવી છે. જેમાં એમ ઝોનના એસીપીના
જણાવ્યા અનુસાર, બે દિવસ પહેલા 8.15 વાગે YMCA ક્લબ નજીકની ઘટના બની હતી જેમાં આ યુવતીએ સર્વિસ રોડ પરથી ગાડી લાવી અકસ્માત સર્જ્યો હતો. જેને લઈ એસ. જી. હાઇવે – સ્ટેશન 2 માં ગુનો નોંધાયો છે.
ફરિયાદી યુવતી સહી કર્યા વિના નીકળી ગયા
ફરિયાદી યુવતી ગાડી લઈને જતા હતા ત્યારે અકસ્માત સર્જાતા બંને વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થતા સરખેજ પોલીસે બંનેની રજુઆત લખી હતી. જેમા એક ફરિયાદીએ સહી કરી છે જયારે વિડીયો બનાવનાર યુવતી સહી કર્યા વિના નીકળી ગયા છે. આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે અને યુવતી આવશે તો ફરિયાદ લેવા માટે પણ તૈયાર છીએ.
Also Read –