વડોદરા ઘટના મામલે બોટ સંચાલકો સામે પોલીસ ફરિયાદ, અગાઉ પણ ઘટી હતી આવી જ ઘટના, મૃતકોની યાદી બહાર આવી

કોર્પોરેશન દ્વારા જાહેર મનોરંજન માટે બનાવવામાં આવેલ મોટનાથ તળાવ ઝોનમાં 20 થી વધુ શાળાના બાળકો અને શિક્ષકોથી ભરેલી બોટ પલટી જતાં અરાજકતા સર્જાઈ હતી. મેજર કોલની જાહેરાત બાદ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય ચાલુ છે. હાલમાં પ્રાથમિક માહિતી મળી છે કે શિક્ષકો અને બાળકો સહિત 16 લોકોના મોત થયા છે.
દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ દરમિયાન પ્રધાનમંત્રીએ દરેક મૃતકોના પરિવારને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. જ્યારે આ સમાચાર લખાય રહ્યા છે તે સમયે 6 બાળકો અને એક શિક્ષક લાપતા હોવાના સમાચાર બહાર આવ્યા છે. આ તકે મૃતક વિદ્યાર્થીઓ અને શિક્ષકોના નામની યાદી બહાર આવી હતી.
મૃતકોની યાદી:
સકીના શેખ, મુઆવજા શેખ, આયત મન્સૂરી, અયાન મોહમ્મદ ગાંધી, રેહાન ખલીફા, વિશ્વા નિઝામ, જુહાબિયા સુબેદાર
આયેશા ખલીફા, નેન્સી માછી, હેત્વી શાહ, રોશની સૂરવે અને મૃતક શિક્ષિકાઓમાં છાયા પટેલ અને ફાલ્ગુની સુરતી તરીકે
ઓળખ થઈ છે.
આ ઘટના મામલે વડોદરા પોલીસે બોટ સંચાલકો સામે ફરિયાદ નોંધી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચી ગયા છે. હાલમાં શિક્ષકો અને બાળકો સહિત કુલ મૃત્યુઆંક 16 છે. બીજી તરફ ઘટનાની માહિતી મળતા જ પરિવારના સભ્યો પણ લેક ઝોન અને સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા.
આપને જણાવી દઈએ કે વર્ષો પહેલા સુરસાગરમાં કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલ બોટીંગ ક્લબમાં બોટ પલટી મારી ગઈ હતી અને મોટો અકસ્માત સર્જાયો હતો. જે બાદ સુરસાગરમાં બોટિંગ બંધ કરી દેવામાં આવી હતી. આ ઘટનાના ઘણા વર્ષો બાદ જ્યારે સુરસાગરમાં બોટીંગ ક્લબ ફરી શરૂ કરવામાં આવી ત્યારે મહિલા કાઉન્સિલર અને પૂર્વ ડેપ્યુટી મેયરે તળાવમાં નાહવા માંડ્યા હતા. ગુરુવારે બનેલી આ ગોઝારી ઘટનાથી સમગ્ર વડોદરામાં ભારે ખળભળાટ મચી ગયો છે.