પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કેમ્પ યોજતી હૉસ્પિટલોએ કરવું પડશે આ કામ, જાણો વિગત

અમદાવાદઃ શહેરની ખ્યાતિ હૉસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટીથી થયેલા મોત બાદ રાજ્ય સરકાર દ્વારા મોટો ફેંસલો લેવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ પેનલમાં સામેલ હૉસ્પિટલો માટે મેડિકલ કેમ્પ યોજવા માટે આરોગ્ય વિભાગની પરવાનગી લેવી ફરજિયાત બનાવી દીધી છે. વિભાગના એક અધિકારીએ પણ આવા કેમ્પમાં હાજર રહેવું પડશે. એન્જિયોપ્લાસ્ટીના મૃત્યુ બાદ હાથ ધરાયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે બોરીસણામાં મેડિકલ કેમ્પ પછી ખ્યાતિ હૉસ્પિટલમાં દાખલ થયેલા 19 દર્દીઓમાંથી મોટાભાગના દર્દીઓને આ પ્રક્રિયાની બિલકુલ જરૂર નહોતી રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે સોમવારે વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું, રાજ્ય સરકારે આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે પગલાં લીધા છે.
Also read: PMJAYમાંથી વધુ 15 હૉસ્પિટલ કરવામાં આવી સસ્પેન્ડ, જૂઓ લિસ્ટ
પીએમજેએવાય દ્વારા પેનલમાં સામેલ હૉસ્પિટલોએ કોઈપણ મેડિકલ કેમ્પ યોજતા પહેલા જિલ્લા આરોગ્ય અધિકારીની મંજૂરી લેવી પડશે. નિદાનની ચકાણી માટે આરોગ્ય વિભાગના એક અધિકારીએ પણ આવા કેમ્પમાં હાજર રહેવું પડશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું, 19 કેસોમાં મોટાભાગના ખ્યાતિ હૉસ્પિટલે દર્દીઓના પરિવારના સભ્યો પાસેથી પ્રક્રિયા માટે સંમતિ લીધી ન હતી. આ કેસમાં રાજ્ય સરકારે લીધેલા પગલાં અંગે ટિપ્પણી કરતાં તેમણે કહ્યું કે હૉસ્પિટલને રૂ. 3.17 કરોડની ચુકવણી અટકાવવામાં આવી હતી અને તેનું પીએમ-જેએવાય એમ્પેનલમેન્ટ રદ કરવામાં આવ્યું હતું. કૉંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીના પ્રશ્નના જવાબમાં, આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે ખ્યાતિ હૉસ્પિટલનો કેસ પ્રકાશમાં આવ્યા પછી એન્જીયોપ્લાસ્ટીની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી.