આજની આ ઇવેન્ટ એક છૂટીછવાઈ ઇવેન્ટ નથી પણ એક મોટા મિશનનો હિસ્સો છેઃ વડાપ્રધાન મોદી
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ આજે મહાત્મા મંદિરમાં રિન્યુએબલ એનર્જી સમિટ(RE Invest)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે વિશ્વના અનેક દેશોથી આવેલા સાથીઓને સંબોધન કર્યુ હતું. RE ઇન્વેસ્ટ કોન્ફરન્સની આ ચોથી આવૃત્તિ છે. તેમણે કહ્યું કે ત્રણ દિવસ અહીં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થશે. આ કોન્ફરન્સથી આપણે એકબીજા પાસેથી કઈક શીખીશુ. આ કોન્ફરન્સથી મળેલી શીખ સમગ્ર માનવજાતને કામ લાગશે.
આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનુભાઈ દેસાઈ આ પ્રસંગે હાજર રહ્યા હતાં.
140 કરોડ ભારતવાસીઓને અમારી પર ભરોસો:
વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે 140 કરોડ ભારતવાસીઓને અમારી પર ભરોસો છે. જનતાની અપેક્ષાઓને બે ટર્મમા પાંખો લાગી છે. આ ટર્મમાં એ સપના, અપેક્ષાને નવી ઉડાન મળશે. દેશના ગરીબ, દલિત, શોષિત, પીડિત, વંચિતને ભરોસો છે. ગરીમાપૂર્ણ જીવનની આ ત્રીજી ટર્મ ગેરન્ટી છે. ભારતને ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં પહોંચાડવાનો સંકલ્પ છે. આજની આ ઇવેન્ટ એક છૂટીછવાઈ ઇવેન્ટ નથી. આ ઇવેન્ટ એક મોટા મિશનનો હિસ્સો છે. ભારતને વિકસિત દેશ બનાવવાના વિઝનનો આ એક ભાગ છે. ભારતમાં અમે સાત કરોડ ઘર બનાવી રહ્યા છીએ. 10 વર્ષમાં તેમાંથી 4 કરોડ ઘર બનાવી દીધા છે. ત્રીજી ટર્મમાં નવા 3 કરોડ ઘર બનાવવાનું કામ શરૂ છે.
રેલવેને પણ નેટ ઝીરો બનાવવાનું પણ લક્ષ્ય:
વડાપ્રધાને ઉમેર્યુ હતુ કે કે, ભારતે રેલવેને પણ નેટ ઝીરો બનાવવાનું પણ લક્ષ્ય રાખ્યું છે. ભારતના લોકોએ ગામડે ગામડે હજારો અમૃત સરોવર પણ બનાવ્યા છે. ભારતમાં લોકો પોતાની માના નામે એક વૃક્ષ વાવી રહ્યા છે. ભારતમાં રિન્યએબલ એનર્જીની ડિમાન્ડ ઝડપી બની રહી છે. ભારત ખરા અર્થમાં એક્શપેન્શની સામે બહેતર રિટર્નની ગેરંટી છે. આ ક્ષેત્રમાં રોકાણ માટે ભારતથી સારી બીજી કોઈ જગ્યા ન હોય શકે.
ગુજરાત ગ્રીન હાઇડ્રોજનનું હબ બનશેઃ ભૂપેન્દ્ર પટેલ
આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી સમયથી આગળ ચાલનારા નેતા છે. મુખ્યપ્રધાન તરીકે મોદીએ ગુજરાતમાં ક્લાઇમેન્ટ ચેન્જ મંત્રાલય બનાવ્યું હતું. તેઓ મુખ્યપ્રધાન હતા ત્યારથી જ નવીનીકરણ ઉર્જા ક્ષેત્રમાં અને કામો થયા છે. ગુજરાત દેશમાં સોલર એનર્જી ક્ષેત્રમાં બીજા ક્રમે છે. કચ્છના ખાવડામાં સોલર એનર્જી પાર્ક બની રહ્યો છે. આ સેક્ટરનું યોગદાન 54 ટકા છે. રાજ્ય સરકારે ગ્રીન હાઈડ્રોજન પોલિસી બનાવી છે. વાઇબ્રન્ટ 2024 માં ગ્રીન હાઈડ્રોજન મિશનની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં 1600 km દરિયો વિકાસ દ્વાર બન્યો છે. ભારત દેશ 2070 સુધી નેટ ઝીરો ઉત્સર્જન તરફ આગળ વધી રહ્યો છે. PM સૂર્ય ઘર યોજનામાં ગુજરાત ભારતમાં 50 ટકા હિસ્સો ધરાવે છે. ગુજરાત ગ્રીન એનર્જીના રોકાણ માટેનું હબ બની ગયું છે.