આપણું ગુજરાત

કેવડિયામાં પીએમ મોદીએ સરદાર પટેલનો સ્મારક સિક્કો અને પોસ્ટલ સ્ટેમ્પનું લોકાર્પણ કર્યું

રાજપીપળાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ, ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે બે દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન એકતા નગરમાં ₹1220 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી હતી.

વડા પ્રધાને એકતાનગર અને રાજપીપલા વિસ્તાર માટે કુલ ₹1220 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. એકતાનગર વિસ્તારમાં પર્યાવરણને અનુકૂળ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે વડા પ્રધાને ઈ-બસોને લીલી ઝંડી બતાવી સેવામાં મૂકી હતી. આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના ઐતિહાસિક અવસર નિમિત્તે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને સમર્પિત સ્મારક સિક્કો અને પોસ્ટલ સ્ટેમ્પનું લોકાર્પણ કર્યું હતું.

આ પણ વાંચો : જન્મદિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ પાસે શું ભેટ માગી?

વડા પ્રધાન મોદી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31મી ઓક્ટોબરે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમની આ મુલાકાત કેવડિયાને વિકાસની નવી દિશા આપવા સાથે દેશમાં રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવશે. વડા પ્રધાન મોદીની આ મુલાકાત નર્મદા જિલ્લાના વિકાસ માટે એક નવી સીમાચિહ્નરૂપ સાબિત થશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button