પીએમ મોદી આવતીકાલથી ગરવી ગુજરાતના પ્રવાસે
નવી દિલ્હી: વાયબ્રન્ટ ગુજરાત માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર આવતી કાલથી ત્રણ દિવસ સુધી ગુજરાતના પ્રવાસે જવા રવાના થશે. 8મી જાન્યુઆરીથી શરૂ થતા આ પ્રવાસમાં તેઓ વૈશ્વિક નેતાઓ, ટોચની વૈશ્વિક કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નું ઉદ્ઘાટન કરશે. આ પ્રવાસ દરમિયાન તે ગાંધીનગરના મહાત્મા મંદિરની મુલાકાત પણ લેશે.
આ વર્ષે સમિટમાં કુલ 34 દેશો અને 16 સંગઠનો ભાગ લઈ રહ્યા છે. વિકાસ મંત્રાલય વાયબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મનો ઉપયોગ રોકાણની તકો વધારવામાં કરશે. આ સમિટમાં ઇન્ડસ્ટ્રી, ટેક્નોલોજી અને ઇનોવેશન, ટકાઉ ઉત્પાદન, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટ અને રિન્યુએબલ એનર્જી અને સસ્ટેનેબિલિટીમાં સંક્રમણ જેવા વૈશ્વિક સ્તરે સંબંધિત વિષયો પર સેમિનાર અને કોન્ફરન્સ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. VGGS ખાતે કંપનીઓ વિશ્વ કક્ષાની અત્યાધુનિક ટેકનોલોજી સાથે બનાવેલ ઉત્પાદનોનું પ્રદર્શન કરશે. ઇ-ટ્રાન્સપોર્ટ, સ્ટાર્ટઅપ્સ, માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, દરિયાઇ અર્થતંત્ર, ગ્રીન એનર્જી અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રો પર ખાસ ફોક્સ રાખવામાં આવશે.
9મી જાન્યુઆરીએ સવારે 9:30 વાગ્યે વડા પ્રધાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પહોંચશે, જ્યાં તેઓ વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી ટોચની વૈશ્વિક કોર્પોરેશનોના સીઈઓ સાથે બેઠક કરશે. બપોરે 3 વાગ્યે તેઓ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું કરશે ઉદ્ઘાટન કરશે. ત્યારબા વડા પ્રધાન 10 જાન્યુઆરીનાં રોજ સવારે 9:45 વાગ્યે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદઘાટન કરશે, આ ઉપરાંત વડા પ્રધાન ગિફ્ટ સિટીની પણ મુલાકાત લેશે, જ્યાં સાંજે લગભગ 5:15 વાગ્યે તેઓ ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં વ્યાવસાયિક અગ્રણીઓ સાથે વાતચીત કરશે.