વડા પ્રધાન મોદી વાવોલ ગામ પહોંચ્યા, સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓને મળ્યા

ગાંધી નગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે (PM Modi Gujarat visit) આવ્યા છે, આ ત્રણ દિવસ દરમિયાન તેઓ રાજ્યના વિવિધ પ્રોજેક્ટ્સની ભેટ આપશે. મહત્વનું છે કે આવતી કાલે વડા પ્રધાનનો જન્મદિવસ છે, ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ તેઓ પહેલી વાર વતન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે સવારે તેઓ રાજભવનથી ગાંધીનગરના વાવોલ (Vavol) પહોંચ્યા છે. તેમણે ‘સૂર્ય ઘર વીજ યોજના’(Suryaghar Shceme)ના લાભાર્થીઓને મળ્યા મળ્યા હતા.
વડા પ્રધાન મોદીએ આજે સવારે ગાંધીનગરના વાવોલમાં આવેલી શાલિન 2 સોસાયટીમાં પહોંચ્યા હતાં. વડા પ્રધાનની એક ઝલક મેળવવા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. લોકો છત પર ચડીને મોબાઈલ વડે ફોટો અને વિડીયો શૂટ કરતા જોવા મળ્યા હતાં.
શાલીન-2 સોસાયટીમાં આવેલા તમામ 100 એપાર્ટમેન્ટ અને 25 બંગલો સોલાર પેનલ સિસ્ટમથી વીજળી મેળવે છે. ‘સૂર્ય ઘર વીજ યોજના’ અંતર્ગત શાલીન-2 સોસાયટીમાં સોલાર પેનલ લાગવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લીધી હતી અને તેમની સાથે વાતચીત કરી હતી.
ગુજરાત સરકારે લાભાર્થીઓને ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે કુલ રૂ. 3,155 કરોડથી વધુની સબસીડી આપી છે. એહેવાલ મુજબ પરંતુ યોજના લાભાર્થીઓને વીજ બીલમાં રૂ. 3,260 કરોડની બચત થઈ છે, ઉપરાંત વીજળીના વેચાણથી રૂ. 330 કરોડની આવક પણ થઈ છે. રાજ્યમાં સોલાર રૂફટોપનો વ્યાપ વધારવા રાજ્ય સરકારે ચાલુ વર્ષના બજેટમાં પણ સોલર રૂફ્ટોપ યોજના અંતર્ગત ગ્રાહકોને સહાય આપવા માટે રૂ. 993 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Also Read –