PM Modi એ અચાનક રોડ શો રોક્યો અને વિકલાંગ દીકરીને મળ્યા, વીડિયોએ દિલ જીતી લીધું…

વડોદરા: વડોદરામાં પ્રવાસે આવેલા સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે (Pedro Sánchez) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સોમવારે રોડ શો યોજ્યો હતો. તેમનો રોડ શો વડોદરા એરપોર્ટથી ટાટા પ્લાન્ટ સુધી લગભગ સાડા ત્રણ કિલોમીટરનો હતો. રોડ શોને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને રૂટની બંને તરફ મોટી સંખ્યામાં લોકો તેમને જોવા માટે આવ્યા હતા. આ દરમિયાન ઘણા લોકો પોસ્ટર અને બેનરો સાથે ઉભા હતા. આ દરમિયાન પીએમ મોદીના રોડ શોની અંદર એક અનોખું દ્રશ્ય પણ જોવા મળ્યું હતું. જ્યાં એક વિકલાંગ વિદ્યાર્થીની પીએમ મોદીની પાસે પેઇન્ટિંગ સાથે રોડ શોમાં પહોંચી હતી.
આ પણ વાંચો : PM Modi અને સ્પેનના PM આજે ગુજરાતમાં: Modi ગુજરાતને આપશે એરક્રાફ્ટ ફેક્ટરી સહિત કરોડોની ભેટ
અધવચ્ચે જ રોકી દીધો રોડ શો:
વડોદરામાં જ્યારે રોડ શો આગળ વધી રહ્યો હતો ત્યારે વડાપ્રધાનની નજર રસ્તાના કિનારે ઉભેલી એક વિકલાંગ વિદ્યાર્થીની પર પડે છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝેની તેમના હાથથી બનાવેલી તસવીર લઈને રોડ શોમાં પહોંચી હતી. તે જોઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સુરક્ષાકર્મીઓને આ પેઇન્ટિંગ લાવવા કહે છે અને પેઇન્ટિંગ જોઈને પીએમ મોદી અને પેડ્રો સાંચે ખૂબ જ ખુશ થયા હતા. વિદ્યાર્થીની પેઈન્ટિંગ જોઈને બંને નેતાઓ એટલા ખુશ થઈ ગયા કે તેઓ પોતે જ રોડ શોને અધવચ્ચે રોકીને તેઓ વિદ્યાર્થીનીને મળવા પહોંચિ જાય છે.
આ પણ વાંચો :PM Modiની મુલાકાત કચ્છીઓને ફળશે, આટલા કરોડના પ્રોજેક્ટનું થશે લોકાર્પણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ સાથે મળીને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (ટીએએસએલ) કેમ્પસમાં સી-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્દઘાટનકર્યું હતું. આ અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ.જયશંકર, ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટાટા એડવાન્સ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવેલા પ્રથમ મેક ઈન ઈન્ડિયા એરબસ સી – 295ના એરક્રાફટના વિવિધ સ્કેલ મોડેલ અને વોલ પોસ્ટર અને ભારતીય વાયુ સેનામાં સામેલ એરક્રાફટનું નિરીક્ષણ પણ કર્યું હતું.