આપણું ગુજરાતટોપ ન્યૂઝ

70 વર્ષ બાદ એક દેશ, એક બંધારણનું સપનું પૂરું થયું છેઃ PM Modi

નર્મદાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમા જ સતત બીજી વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે તેઓ કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા અને અહીં સરદારને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સંબોધન આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે જે લોકો બંધારણનો નારા લગાવે છે તેઓએ બંધારણનું અપમાન કર્યું છે. નક્સલવાદ આજે અંતિમ શ્વાસ લઈ રહ્યો છે. ષડયંત્રના ભાગરૂપે નક્સલવાદના બીજ વાવવામાં આવ્યા હતા. ભારત આતંકવાદના આકાઓને છોડશે નહીં.

તેમણે વધુમા જણાવ્યુ કે આજે કેવડિયામાં મીની ઈન્ડિયાની ઝલક જોવા મળી છે. આજે બે સંગમ બન્યા છે, એક રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અને બીજું દિવાળીનો તહેવાર ભારતને વિશ્વ સાથે જોડી રહ્યો છે. ઘણા દેશોમાં તેને દિવાળીનો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. હું દેશ અને દુનિયામાં વસતા ભારતીયો અને શુભચિંતકોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અગાઉની સરકારોની નિયત અને નીતિઓમાં ભેદભાવની લાગણી પણ દેશની એકતાને નબળી પાડી રહી હતી. છેલ્લા 10 વર્ષમાં દેશમાં સુશાસનના નવા મોડલમાં ભેદભાવના દરેક અવકાશને દૂર કરવામાં આવ્યો છે. અમે સૌના વિકાસ અને સૌના સમર્થનનો માર્ગ પસંદ કર્યો છે.

જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે દુનિયામાં કેટલાક એવા લોકો હતા જે ભારતના વિઘટનનું આકલન કરી રહ્યા હતા. સેંકડો રજવાડાઓને એક કરીને એક ભારતનું નિર્માણ થશે એવી તેમને કોઈ આશા નહોતી, પણ સરદાર સાહેબે કરી બતાવ્યું હતું. આ શક્ય બન્યું કારણ કે સરદાર સાહેબ વર્તનમાં વાસ્તવિક, સંકલ્પમાં સત્યવાદી, કાર્યમાં માનવતાવાદી અને ધ્યેયમાં રાષ્ટ્રવાદી હતા. તેમના એક દેશ એક બંધારણનું સપનું પૂરું થયું છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker