આપણું ગુજરાતટોપ ન્યૂઝ

PM Modi એ ગુજરાતની 2.5 લાખ મહિલાઓને રૂપિયા 450 કરોડની સહાય અર્પણ કરી, જી-મૈત્રી યોજનાનું લોન્ચિંગ કર્યું…

અમદાવાદ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)ગુજરાતના નવસારીના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે “લખપતિ દીદી”ઓના સન્માન સાથે વિશ્વ મહિલા દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. વડા પ્રધાનના હસ્તે રાજ્યના 25 હજારથી વધુ સ્વસહાય જૂથોની 2.5 લાખથી વધુ મહિલાઓને રૂપિયા 450 કરોડની સહાય અર્પણ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રયાગરાજના પવિત્ર મહાકુંભમાં મા ગંગાના આશીર્વાદ મળ્યા અને હવે નવસારીમાં માતૃશક્તિના મહાકુંભમાં લાખો લખપતિ દીદીઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

Also read : મહાકુંભમાં મા ગંગાના અને આજે માતૃશક્તિના મહાકુંભમાં મને આશીવાર્દ મળ્યાઃ પીએમ મોદી

આ અવસર તેમના જીવનની ગૌરવભરી ક્ષણ છે. તેમણે લખપતિ દીદીઓને સન્માનિત કરતાં કહ્યુ કે, વાર્ષિક એક લાખ કે તેથી વધુની આવક સાથે મહિલાઓ ઉદ્યોગ સાહસિક બની છે અને વિકાસમાં ભાગીદાર બની છે. પરિણામે ‘વિકસિત ભારત@૨૦૪૭’નો સંકલ્પ પૂર્ણ થઈને જ રહેશે.

જી-મૈત્રી યોજનાનું લોન્ચિંગ પણ કર્યું

લખપતિ દીદીઓને આર્થિક પ્રોત્સાહન આપીને આર્થિક સક્ષમ બનાવવાના હેતુ સાથે અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’તેમજ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે “જી-મૈત્રી”યોજનાનું વડાપ્રધાન લોન્ચિંગ પણ કર્યું હતું.

દેશ વિમેન લેડ ડેવલપમેન્ટમાં અગ્રેસર

ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ. (ગ્રામવિકાસ વિભાગ) દ્વારા આયોજિત લખપતિ દીદી સંમેલનમાં ઉપસ્થિત વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાની 1 લાખ મહિલાઓને સંબોધતા વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, લખપતિ દીદી પહેલ એ માત્ર માતાઓ- બહેનોની આવક વધારવાનો પ્રયાસ જ નથી, પરંતુ પરિવાર અને ભાવિ પેઢીઓને મજબૂત બનાવવાનું એક મેગા અભિયાન છે. નારાયણી સમી નારીઓનું સન્માન સમાજ અને દેશના વિકાસનું પ્રથમ પગથિયું હોય છે, ત્યારે દેશ વિમેન લેડ ડેવલપમેન્ટ- મહિલાકેન્દ્રી વિકાસની દિશામાં મક્કમ ગતિથી આગળ વધી રહ્યો છે.

વડાપ્રધાને કહ્યું કે, મારી જિંદગીના ખાતામાં દેશની કરોડો માતૃશક્તિના આશીર્વાદ જમા થયા છે. કૃપા અને આશીર્વાદથી વિશ્વનો સૌથી વધુ ધનિક હોવાની લાગણી થઈ રહી છે. મહિલાઓના આ આશીર્વાદની જમાપૂંજી સતત વધી રહી છે. તેમના આશીર્વાદ મારી સંપત્તિ અને સુરક્ષા કવચ બન્યું છે.

Also read : વિશ્વ મહિલા દિવસઃ 39 ટકા જેન્ડર બજેટ સાથે ગુજરાત દેશમાં પ્રથમ

10 લાખ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું અભિયાન

આ સંદર્ભે તેમણે કહ્યું કે, ગ્રામીણ અર્થતંત્રમાં પરિવર્તન લાવનાર આ યોજનાએ દેશની લાખો મહિલાઓના જીવનને સશક્ત કર્યું છે. લખપતિ દીદી યોજનાની શરૂઆતથી આજ સુધીમાં એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે અને આગામી પાંચ વર્ષમાં સરકારે ત્રણ કરોડ લખપતિ દીદીઓ બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

ગુજરાતમાં 1.50 લાખ લખપતિ દીદી છે અને ગુજરાત સરકારે રાજ્યમાં સ્વસહાય જૂથોની 10 લાખ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button