અમૃતકાળમાં મોદી: શું અડવાણી પેઠે ન. મો. પણ હવે માર્ગદર્શક મંડળમાં ?
સંઘના પ્રચારકથી ત્રણ-ત્રણ ટર્મ માટે ચૂંટાઈને વડાપ્રધાન બનેલા નરેન્દ્ર દામોદરદાસ મોદી હજુ હમણાં જ ત્રીજી વખત દેશની ધૂરા સંભાળી છે. (ટર્મ પૂરી થવા અંગે કેટલાક રાજનીતિક નિરીક્ષકોને આશંકા પણ છે ) એકાદ સપ્તાહ પહેલા સંઘ સુપ્રીમો મોહનરાવ ભાગવતે એક એવી ટિપ્પણી કરી જેનાથી,દેશના રાજનીતિક વર્તુળોમાં ખળભળાટ મચી ગયો.
ફ્લેશબેક –
ભારતીય જનતા પાર્ટીનું સ્થાન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં તેમના રાજનીતિક શસ્ત્ર જેવું છે. મહાત્મા ગાંધીની હત્યામાં સંઘની ભૂમિકાની ચર્ચા થવાથી તેના પર પ્રતિબંધ લાદી દેવાયો તો તેને પોતના રાજનીતિક મોરચાની જરૂરિયાત ઊભી થતાં જનસંઘ અસ્તિત્વમાં આવ્યો, જે ભારતીય જનતા પાર્ટીનું પૂર્વમાં રાજનીતિક સંગઠન હતું. ઇમરજન્સીમાં જ્યારે તમામ વિપક્ષ માટે અસ્તિત્વનો સવાલ ઊભો થયો તો જનતા પાર્ટીનું ગઠન થયું, જેમાં લગભગ તમામ વિપક્ષી દળોએ પોતાનો વિલય કરી દીધો. જનસંઘે પણ તેનું જ અનુકરણ કર્યું.
મુદ્દો એ છે કે, એ સમયે પોતાના અસ્તિત્વને બચાવવા ‘મરતા ક્યાં ના કરતાં’ ની સ્થિતિ હતી. પરંતુ જનતા પાર્ટીને લઈને જનસંઘનું મન સાફ નહોતું. કોંગ્રેસને સતાથી વિમુખ કરવાની જરૂરિયાત પૂર્ણ થતાં જ જનસંઘ લોબી, ભાજપમાં જોડાયેલા અન્ય દળોની આંખમાં ધૂળ ઝોંકી આખી સતા પોતે જ હડપી લેવા કવાયદ કરવા લાગ્યું. ભોપાલમાં તત્કાલિન પ્રમુખ બાળા સાહેબ દેવરસએ જનસંઘ દળના લોકોની બેઠકમાં આ નિર્ધારણની રૂપરેખા સ્પસ્ટ કરી જેનો એક સમાચાર એજન્સીના બ્યૂરો હેડ જાલ ખ્ંભાતાએ સ્ટ્રિંગ ઓપરેશન કરી પર્દાફાશ કરી દીધો, સમાજવાદીઓ આથી સતર્ક થઈ ગયા.
જાલ ખ્ંભાતા પર કેસની ધમકી જનસંઘ દળે આપી તો તેમણે કહ્યું કે મારી પાસે દેવરસના ભાષણની ટેપ છે. પરિણામે જનસંઘ દળના નેતાઓ ડરી ગયા. તેમણે લાગ્યું કે સાચે જ ટેપ હશે તો વધુ બદનામી અને નાલેશી થશે, પરંતુ આ સમાચારે સમાજવાદીઓને ભારે ઉતેજીત કર્યા અને જનતા પાર્ટી તૂટી. આ સરકારના કવેળા તૂટી પાડવાનું કારણ એક પત્રકારનો ઘટસ્ફોટ હતો
ત્યાર બાદ અટલજીએ જનસંઘના સાથીઓ માટે અલગ રાજકીય મંચ ભારતીય જનતા પાર્ટીની રચના કરી. કારણ કે તેમણે સંઘ પરિવારના રિમોટ કંટ્રોલ તરીકે કામ કરવું પસંદ નહોતું. લોકો તેમને જનસંઘના કોંગ્રેસી તરીકે ઓળખતા હતા પરંતુ વૈચારિક રીતે કેટલાય કેસમાં તે સંઘની વિચારધારાથી જોજન અંતર દૂર વિચારતા હતા. તેઓએ મોરારજી સરકારમાં વિદેશમંત્રીના રૂપમાં કામ કરતાં આરબ દેશો સાથેના સંબંધને અગ્રિમતા આપતી કોંગ્રેસની નીતિને યથાવત રાખતા સંઘને બહુ દુ: ખી કર્યો. તેમણે, ગાંધીવાદી સમાજવાદના મોડલ પર દેશની વ્યવસ્થાને મજબૂતી આપવાનો સંકલ્પ ભારતીય જનતા પાર્ટી સાથે જોડ્યો. સંઘ આ મુદ્દે પણ અસહજ હતો. આજ કારણે સંઘનો ભાજપ પ્રત્યે પોતાના પણું ગગડતું રહ્યું.
તેઓએ ( અટલ જી ) 1980ની ચૂંટણીમા અને ત્યાર બાદ 1984માં લોકસભા ચૂંટણીમા ભાજપા પ્રત્યેનો મોહ છોડીને કોંગ્રેસનો સાથ આપ્યો હતો જે ઈતિહાસમાં નોંધાયો છે. પરંતુ બાદમાં NDA ના નેતાના રૂપમાં અટલજી વડાપ્રધાન બન્યા ત્યારે સંઘની ભાજપા પ્રત્યેની નારાજગી અને ફરિયાદ મોટા ભાગે દૂર થઈ ગયા હતા.
મોદી યુગના મંડાણ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ
2014માં જ્યારે સંઘે અટલજીની અશકતતા બાદ નવો રાષ્ટ્રીય ચહેરાના રૂપમાં અડવાણીને કિનારે કરી નરેન્દ્ર મોદીને પ્રોજેકટ કર્યા તો મોદીએ 2014માં પહેલીવાર માં જ ભાજપને પૂર્ણ બહુમત સાથે સતા અપાવી દીધી. ત્યાર બાદ તેમણે એ પણ સમરથી દર્શાવ્યું કે તેમની પાસે સતત સતા જાળવી રાખવાનું કૌશલ્ય પણ છે. 2019માં ભાજપ પહેલા કરતાં વધુ બહુમત થી સતા પર આવ્યો. આ વચ્ચે નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાથી કલમ 370 પણ ખતમ કરી, અયોધ્યામાં રામ મંદિર પણ બનાવ્યું હિંદુત્વના પતાકા દેશભરમાં લહરાવી પણ દીધા. નિશ્ચિત રૂપે સંઘ આનાથી ગૌરવાન્વિત થયો.પરંતુ તમામ ગુણ વચ્ચે મોદીની માણમાની રીતે કામ કરવાની રીત થી સંઘ વિચલિત થઈ ગયો.
મોદી લોકલાજથી બિલકુલ નથી ડરતા. તેમના માટે ખુલાસા થવા લાગ્યા કે પોતાના માનીતા કોર્પોરેટ્સ જૂથને યોગ્ય ફાયદાઓ પહોચાડવામાં તેઓ પરાકાષ્ટા સુધી જાય છે. વિરોધી દળને સાફ કરવા માટે તેમના જ ભ્રસ્ટ્ર નેતાઓને સ્વીકારીને આંખ-માથા પર બેસાડવામાં તેમને કોઈ શેહ-શરમ કે સંકોચ નથી આમાં પોતે પ્રમાણિક હોવાની છ્બી ખરડાવવાની પણ ચિંતા નથી.આરોપ લગાવવામાં કોઈ પણ હદ સુધી જઈ શકે છે,અને એ પછી પણ તેઓ એ જ કરે છે જેના માટે વિપક્ષને કઠેડામાં ઊભો કરી રહ્યા હોય છે. સાદગી અને સંયમના જીવન મૂલ્યોને કોરાણે મૂકી વૈભવી જીવનને પ્રોત્સાહિત કરવું એ તેમની આદત છે. તેમની વધુ પડતી નાટ્યાત્મ્ક્તાથી હવે ઉબાઈ ગયા છે. સંઘે જ્યારે તેમને આ અંગે ચેતવવા દર્શાવ્યું ત્યારે તેમણે કહેવરાવી દીધું કે, તેમને (મોદીને ) સંઘની જરૂર નથી. સંઘને નીચો દેખાડવાની હદથી પણ આગળ વધી ગયા પરિણામે સંઘ પીએન હકકા-બક્કા રહી ગયો
સંઘાસ્ત્રથી મોદી થશે ચિત ?
2024ના લોકસભા ચૂંટણીમા જ્યારે પોતાના બળે બહુમત ના લાવી શક્યા તો સંઘને પણ તક મળી ગઈ. સંઘ સુપ્રીમો મોહન ભાગવતે ‘ખુદને ભગવાન ઘોષિત કરવાની તેમની નારદ મોહ જેવી અંગ-ભંગિમાને લઈને પુણેની એક તાલીમ શિબિરમાં ખૂબ પ્રહાર કર્યા. આ વચ્ચે રાજનીતિક પરિસ્થિઓના કારણે નરેન્દ્ર મોદીએ પણ પોતાની અકડને સંકોરવી પડી. એટલુ જ નહીં તેઓ દીન-હીન જેવી પરિસ્થિતીમાં આવી ગયા.અને સંઘ સાથે સમાધાન માટે દૂત દોડાવ્યા.
સંઘે પણ જોયું કે તેમની પાસે બીજો કોઈ રસ્તો નથી.જો વિવાદ વકરશે અને ભાજપા સાતથી હાથ ધોઈ બેસે તો વધુ ખરાબ દિવસો જોવા પડે.આ ધારણાથી સંઘ પણ થોડો નરમ પડ્યો.પણ જેવા મોદી નિશ્ચિંત બન્યા કે ફરી પોતાનું ધારેલું કરવા લાગ્યા.સંઘે રોક્યા હતા કે અન્ય પાર્ટીના ખરાબ છબિ ધરાવાતા લોકોથી અંતર રાખે,પરંતુ તેમણે રાજ્યસભાના બંને સ્થાનો પર પાર્ટીના નીવડેલાં લોકોને તક આપવાના બદલે બહારનાઓને માથે બેસાડયા.
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમા આયાતી ઉમેદવારોને અગ્રિમતા આપી.સંઘ ભારે નારાજ પણ થયો.સંઘનું માનવું છે કે મોદીના આ ઉપક્રમો,પોતાના માનીતા અમિત શાહના વ્યક્તિગત સ્વાર્થના કારણે કરવા પડે છે,કારણકે તેમના કેટલાય ‘રાઝ’ અમિત શાહની મુઠ્ઠીમાં છે. કહેવાય છે કે, અમિત શાહ,પાર્ટીમાં અન્ય પાર્ટીમાથી આવતા દાગદાર નેતાઓને જોડવા, ભાજપમાં ટિકિટ અપાવવાથી માંડીને મંત્રી બનાવવા સુધીની ‘કિમત’ વસૂલે છે. જેથી આમાં ભાજપનું તો અહિત જ થાય છે વળી સંઘની આબરૂ પણ લોકમાનસમાં ઘટતી જાય છે.
આ ઉંદર -બિલાડીની રમતને ખતમ કરવા હવે સંઘ મેદાનમાં આવ્યો છે. મોદી 17 સપ્ટેમ્બરે 75 વર્ષમાં પ્રવેશ કરશે.એવામાં તો પાર્ટી માટે બનાવાયેલા નિયમોમાં એ નિયમનું પાલન કરવાની હીમત દાખવે જેના થકી સતા ખુરશી છોડીને તેમણે (મોદીએ) માર્ગ દર્શક મંડળમાં બેસવું પડશે. આ કિસ્સામાં, મોદી સંઘને હાથ નથી મૂકવા દેતા, કહેતા મચક નથી આપતા.પરિણામે હવે સંઘ આ માટે મોદીને મજબૂર કરી રહ્યો છે. મોદી વિદેશમાં હિન્દુ મુસ્લિમ એકતાના પાઠ ભણાવી રહ્યા હતા ત્યારે પણ ભાગવતે ફરી એક વાર કહ્યું કે,’દરેક વ્યક્તિએ પોતાની વિચારધારાથી સારા કામ કરવા જોઈએ,આ માટે કોઈ ઈનામ મળે અથવા સત્કાર્યો માટે તમે ભગવાનની શ્રેણીમાં મુકાવા લાગો તો તે કામ તમારું નથી લોકોનું છે.
મોદી પર આ આકરો કટાક્ષ છે,અને મોદી એ સ્થિતિમાં નથી કે આ વાતનો ગોળ-ગોળ જવાબ આપે કે વિરોધ કરીને સ્પસ્ટતા કરી શકે. પરંતુ એ વાત દીવા જેવી છે કે સંઘે હજુ તેમને માફ નથી કર્યા.