વડા પ્રધાન મોદીએ અમદાવાદ મેટ્રોના બીજા ફેઝનું ઉદ્ઘાટન કર્યું, વડા પ્રધાને મેટ્રોમાં મુસાફરી કરી

અમદાવાદઃ આજે 16મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી(PM Narendra Modi)ના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ત્યારે ગાંધીનગરના સેક્ટર 1 સ્ટેશનથી વડાપ્રધાને ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેન(Gandhinagar-Ahmedabad metro)ને લીલી ઝંડી આપી હતી. વડાપ્રધાને સેક્ટર 1ના સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં બેસી મુસાફરી કરી હતી. તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત(Acharya Devvrat) અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ જોડાયા હતા. આ દરમિયાન બાળકો સાથે મોદીએ વાતચીત કરી હતી.
વડાપ્રધાનએ ઈ-પેમેન્ટથી મેટ્રો ટ્રેનની ટિકિટ ખરીદી:
વડાપ્રધાન મોદીએ સેક્ટર-1 મેટ્રો સ્ટેશનની મુલાકાત લીધી છે. જેમાં વડાપ્રધાન મોદીએ મેટ્રો ટ્રેનના બીજા ફેઝને લીલીઝંડી આપી હતી. જેમાં મોટેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધીના સ્ટ્રેચનું ઉદ્ઘાટન કર્યું છે. મોદીએ ઈ-પેમેન્ટથી મેટ્રો ટ્રેનની ટિકિટ ખરીદી કરી સેક્ટર-1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી. વડાપ્રધાનના સ્વાગત માટે સેકટર 1 સ્ટેશને જનમેદની ઉમટી પડી હતી. ઢોલ નગારા સાથે PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
Inaugurated Phase-II of the Ahmedabad Metro Rail Project and on the way to today’s programme with energetic youngsters. pic.twitter.com/59sGNf7kdd
— Narendra Modi (@narendramodi) September 16, 2024
આ પણ વાંચો : PM Modi Gujarat Visit : પીએમ મોદી ગુજરાતથી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવશે
મહાત્મા મંદિરમાં રિન્યૂએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યુ:
આ પહેલા વડાપ્રધાને સવારે વાવોલમાં વડાપ્રધાન સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરી હતી અને ત્યાં સોલર સિસ્ટમ નિહાળી હતી. સાથે જ લાભાર્થી સાથે વાર્તાલાપ કર્યો હતો. ત્યાર બાદમાં મહાત્મા મંદિરમાં રિન્યૂએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું.