આપણું ગુજરાતટોપ ન્યૂઝ

PM Modi આવતીકાલે રાજસ્થાનમાં 11 નદીને જોડતા 40,000 કરોડના પ્રોજેક્ટને લોન્ચ કરશે…

સુરત: વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં ૧૧ નદીને જોડવાનો ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનો પ્રકલ્પ સમર્પિત કરશે અને આને લીધે રાજસ્થાન ફાજલ પાણી ધરાવતુ રાજ્ય બનશે, એવી માહિતી કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી. આર. પાટીલે આપી હતી.

આ પણ વાંચો : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગધેથડના ગાયત્રી આશ્રમ ખાતે ગુરુપૂજન કાર્યક્રમમાં સહભાગી થયા…

મોદી સાહેબ ૧૭ ડિસેમ્બરે ૧૧ નદીઓને સાંકળવાના પ્રકલ્પને સમર્પિત કરશે. મોદી સાહેબ આ પ્રકલ્પની જાહેરાત કરશે અને તે ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનો છે. આ પ્રકલ્પ પછી રાજસ્થાન પાસે મહત્તમ પાણી હશે. તેમણે કહ્યું હતું કે લોકો પોતાની સાત પેઢી માટે નાણાં બચાવી રાખે છે, પરંતુ આગામી પેઢી માટે જળ બચાવવાની જરૂર છે.

સુચી સેમિકોનના સેમિકન્ડકટર પ્લાન્ટના ઉદ્ઘાટન વખતે બોલતાં પાટીલે કોર્પોરેટને અપીલ કરી હતી કે ભવિષ્યમાં ઊભા થનારા પાણીના પ્રશ્ન માટે તે વોટર હાર્વેસ્ટિંગમાં કામ કરે. પાટીલે કહ્યું હતું કે રાજસ્થાનમાં પાણીની તીવ્ર અછત છે.

આ પણ વાંચો : શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં દારૂબંધીને લઈ આપ્યું શું મોટું નિવેદન? જાણો વિગત

રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સરકારે જાન્યુઆરી ૨૦૨૪માં જળશક્તિ મંત્રાલય સાથે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગમાં સહી કરી છે. એ પ્રમાણે ઈસ્ટર્ન રાજસ્થાન કેનાલ પ્રોજેક્ટ (ઈઆરસીપી) સાથે સંકલિત પાર્વતી- કાલીસિંહ-ચંબલ લિન્ક પરિયોજનાના વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ અને પ્લાનિંગ કરવું પડશે. આ પ્રોજેક્ટથી મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની જળ કટોકટી હળવી થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button