વડા પ્રધાન મોદીએ સુરતને આપી ડબલ ગીફ્ટ, ડાયમંડ બુર્સ અને નવા એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન
સુરત: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસમાં જ સુરતને બે મોટી ભેટ આપી છે. વડા પ્રધાન મોદીએ સુરતમાં વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સ(SDB)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટ પર નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યુ હતું.
SDB બિલ્ડિંગ 67 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલું વિશ્વનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ છે. તે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના પેન્ટાગોનના હેડક્વાર્ટર બિલ્ડિંગ કરતાં પણ મોટું છે. SDB શરુ થવાથી સુરતના ડાયમન્ડ બિઝનેસમાં નવા યુગની શરૂઆત થશે. SDB આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી બિઝનેસ માટે વિશ્વનું સૌથી મોટું અને સૌથી આધુનિક કેન્દ્ર હશે. તે રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક હબ બનશે. SDBમાં આયાત-નિકાસ માટે અત્યાધુનિક ‘કસ્ટમ્સ ક્લિયરન્સ હાઉસ’, રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ અને આંતરરાષ્ટ્રીય બેંકિંગ અને સુરક્ષિત વૉલ્ટ સુવિધાઓનો સમાવેશ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું યુદ્ધઘાટન કરવામાં આવ્યું હતું. આ ટર્મિનલ પીક અવર્સ દરમિયાન 1200 ડોસ્ટિક પેસેન્જર્સ અને 600 ઈન્ટરનેશનલ પેસેન્જર્સ હેન્ડલની ક્ષમતા અને ભવિષ્યમાં પીક અવર કરવાની ક્ષમતાને 3000 પેસેન્જર્સ સુધી લઇ જવાની જોગવાઈ છે, જે વાર્ષિક હેન્ડલિંગને 55 લાખ પેસેન્જર્સ સુધી લઈ જઈ શકે છે.
વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.