PM મોદીએ સેલવાસમાં નમો હોસ્પિટલનું કર્યું ઉદ્ધાટનઃ કહ્યું, દાદરા અને નગર હવેલી આપણો વારસો…

સેલવાસ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમણે કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ ખાતે નમો હોસ્પિટલનાં પ્રથમ ચરણનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે હોસ્પિટલનાં ઉદ્ઘાટન ઉપરાંત 2,587 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન તેમણે એક જાહેરસભાને પણ સંબોધી હતી. તેમણે હોસ્પિટલનાં બીજા ચરણનો શિલાન્યાસ કર્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે દાદરા નગર હવેલી અને દીવ-દમણ આપણો વારસા છે. સેલવાસને સિંગાપોર બનાવવાની પીએમ મોદીએ હિમાયત કરી હતી.
Also read : અમદાવાદનો આ વિસ્તાર છે સૌથી મોંઘો, કિંમત જાણીને ચોંકી ઉઠશો

2,587 કરોડના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દાદરા અને નગર હવેલીના સેલવાસમાં 2,587 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમણે નમો હોસ્પિટલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે આજે સેલવાસ અને કેન્દ્રશાસિત પ્રદેશને આધુનિક ઓળખ મળી રહી છે. આ એક એવું શહેર છે જ્યાં બધી જગ્યાઓના લોકો રહે છે.
સેલવાસનાં લોકોની ક્ષમતામાં વિશ્વાસ
પીએમ મોદીએ કહ્યું કે વર્ષો પહેલા મને અહીં ઘણી વખત આવવાની તક મળતી હતી. તે સમયે સેલવાસ અને આખી દાદરા અને નગર હવેલી, દમણ-દીવ ખૂબ ઘણું અલગ હતું. લોકો પણ વિચારતા હતા કે દરિયા કિનારે આ નાની જગ્યાએ શું થઈ શકે છે, પરંતુ મને અહીંના લોકોની ક્ષમતાઓમાં વિશ્વાસ હતો, મને તમારામાં વિશ્વાસ હતો. તેમણે આગળ કહ્યું કે અહીંનો મહાનગરીય મિજાજ દર્શાવે છે કે અહીં ખૂબ ઝડપથી નવા અવસરોનો વિકાસ થયો છે. દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ આપણા માટે ફક્ત કેન્દ્રશાસિત પ્રદેશ નથી, પરંતુ આપણું ગૌરવ અને વારસો છે.
Also read : Video: રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા, સમર્થકોએ લગાવ્યા ઝિંદાબાદના નારા
સુરત જવા રવાના
અહીથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુરત જવા રવાના થઈ ગયા છે. ટૂંક સમયમાં જ પીએમ મોદી સુરત પહોંચશે જ્યાં પર્વત પાટીયા હેલિપેડથી નીલગીરી મેદાન સુધી 3 કિમીનો રોડ શો યોજાશે. પીએમ મોદીનાં આગમનને લઈને સુરતમાં ઉત્સાહનો માહોલ છે. આવતીકાલે 8મી માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીના વાંસી બોરસી ખાતે વડા પ્રધાન ‘લખપતિ દીદી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 1.50 લાખથી વધુ મહિલાઓ સહભાગી થશે.