PM Modi Gujarat Visit: પીએમ મોદી આજે ગુજરાતને આપશે રૂપિયા 8000 કરોડના વિકાસ કાર્યોની ભેટ

અમદાવાદઃ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો( PM Modi Gujarat Visit) પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન પોતાના જન્મદિવસના બે દિવસ પહેલા જ વતનમાં આવી ગયા છે. પીએમ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પીએમ મોદી રવિવારે અમદાવાદ એરપોર્ટ પહોંચતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રધાન જગદીશ પંચાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ
વડાપ્રધાનનો આજે ગુજરાત મુલાકાતનો બીજા દિવસ છે. આજે તેઓ રાજભવનથી મહાત્મા મંદિરમાં સમિટનું ઉદ્ઘાટન કરશે. જે બાદ મેટ્રોને લીલીઝંડી આપશે. રાંદેસણ મેટ્રો રેલવે સ્ટેશન પાસે યુવાનો અને મુસાફરો સાથે વાતચીત કરશે. અને બાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધિત કરી રૂપિયા 8000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. તેની બાદ GMDC ગ્રાઉન્ડથી સીધા ગાંધીનગર જશે.
વડાપ્રધાન આજે સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓને મળશે
વડાપ્રધાન મોદી આજે ગાંધીનગરમાં સૂર્ય ઘર યોજનાનાં લાભાર્થીઓના ઘરે જશે. વાવોલની શાલિન-2 સોસાયટીના રહીશો સાથે વાર્તાલાપ પણ કરશે. આ ઉપરાંત છત પર જઈને સોલાર પેનલ નિહાળશે.
Also Read –