આપણું ગુજરાતટોપ ન્યૂઝ

વડા પ્રધાન મોદી આવતીકાલે ગુજરાતને આપશે બે ટ્રેનની ભેટ, કોને મળશે લાભ?

નવી દિલ્હી/ગાંધીનગરઃ ભારતીય રેલવે માટે કમાઉ દીકરો બનેલી વંદે ભારત એક્સપ્રેસ દેશના ખૂણે ખૂણે પહોંચી રહી છે તેની સાથે ગુજરાતમાં પણ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. આવતીકાલે ગુજરાતને એકસાથે બે નવી ટ્રેનની ભેટ મળશે, જેમાં એક વંદે ભારત ટ્રેનનો સમાવેશ થાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે સોમવારે બે નવી ટ્રેનોને લીલી ઝંડી આપવાના છે.

આનંદની વાત એ છે કે, જેમાં એક ટ્રેન વંદે ભારત (Vande Bharat Express) પણ સામેલ છે. ગુજરાતના પ્રવાસ દરમિયાન પીએમ મોદી (PM Modi Gujarati Visit) આવતીકાલે દાહોદથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બે ટ્રેનોનું લોકાર્પણ કરવાના છે. આ બાબતે રેલવે બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિલીપ કુમારે જણાવ્યું હતું. આવતીકાલે એક સાથે બે ટ્રેનને લીલી ઝંડી આપવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકોને ખાસ ફાયદો થશે.

વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે
રેલવે બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિલીપ કુમારે કહ્યું હતું કે પીએમ મોદી દ્વારા બે નવી ટ્રેનોનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જેમાં પહેલી સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ છે, જે સાબરમતી સ્ટેશન ઉપડશે અને સોમનાથ મંદિર પાસે વેરાવળ સુધી જશે. આ ટ્રેન ગુરુવારને બાદ કરતા અઠવાડિયામાં 6 દિવસ દોડવાની છે. આ ટ્રેનમાં કુલ આઠ કોચ હશે, જેથી સોમનાથ જવાવાળા શ્રદ્ધાળુઓ અને લોકોને મોટો ફાયદો થશે.

વલસાડ-દાહોદ એક્સપ્રેસને લીલી ઝંડી આપશે
બીજી ટ્રેનની વાત કરવામાં આવે તો વડા પ્રધાન વલસાડ-દાહોદ એક્સપ્રેસને લીલી ઝંડી આપવાના છે. આ ટ્રેન વલસાડ અને દાહોદ વચ્ચે ચાલવાની છે. જેમાં કુલ 17 કોચ હશે. આ ટ્રેન વલસાડથી દાહોદ એક્સપ્રેસ ટ્રેન નંબર 19011 નામે દોડવાની છે, જ્યારે દાહોદથી વલસાડ એક્સપ્રેસ ટ્રેન નંબર 19012 નામે દોડવાની છે. સમયની વાત કરવામાં આવે તો, વલસાડ-દાહોદ-વલસાડ એક્સપ્રેસ ટ્રેન અઠવાડિયાના સાતેય દિવસ દોડવાની છે.

ટ્રેનના હોલ્ટ સ્ટેશન પણ જાણી લો
વલસાડ-દાહોદ એક્સપ્રેસ ટ્રેનની રૂટની વાત કરવામાં આવે તો, ટ્રેન નંબર 19011/19012 વલસાડ-દાહોદ-વલસાડ એક્સપ્રેસ રસ્તામાં 12 સ્ટેશનો પર સ્ટોપ લેવાની છે. જેમાં બીલીમોરા જંકશન, નવસારી, સુરત, અંકલેશ્વર જંકશન, ભરૂચ જંકશન, મિયાગામ કરજણ, વડોદરા જંકશન, સમલાયા જંકશન, ડેરોલ, ગોધરા જંકશન, પીપલોદે જંકશન અને લીમખેડાનો સમાવેશ થાય છે.

આપણ વાંચો : ગુજરાતમાં દેખાશે બુલેટ ટ્રેનની ઝડપ! બુલેટ ટ્રેનની શરૂઆતને લઈને આપી મહત્વની અપડેટ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button