Mann Ki Baat: વડા પ્રધાને ‘ડાયરા’ની પરંપરા ઉલ્લેખ કર્યો, આ લોક કલાકારના ભરપુર વખાણ કર્યા
અમદાવાદ: આજે મન કી બાત(Man ki baat)ના 108માં એપિસોડમાં વડા પ્રધાન(PM Modi)એ ગુજરાતની ડાયરા(Dayra) પરંપરાનું ઉલ્લેખ કરતા કહ્યું કે ગુજરાતમાં ડાયરાની પરંપરા છે. મનોરંજન સાથે જ્ઞાન મેળવવા માટે હજારો લોકો આખી રાત ડાયરામાં જોડાય છે. આ ડાયરામાં લોકસંગીત, લોકસાહિત્ય અને રમૂજની ત્રિપુટી દરેકના મનને આનંદથી ભરી દે છે.
વડા પ્રધાને કહ્યું કે ભાઈ જગદીશ ત્રિવેદીજી(Jagdish Trivedi) આ ડાયરાની પરંપરાના પ્રખ્યાત કલાકાર છે. હાસ્ય કલાકાર તરીકે ભાઈ જગદીશ ત્રિવેદીજીએ 30 વર્ષથી વધુ સમયથી પોતાનો પ્રભાવ જાળવી રાખ્યો છે. 2017 થી, જગદીશે વિવિધ સામાજિક કાર્યો પર લગભગ 9.25 કરોડ રૂપિયા પણ ખર્ચ્યા છે.
હાસ્ય કલાકાર પોતાની વાતથી બધાને હસાવે છે, પરંતુ તે અંદરથી કેટલો સંવેદનશીલ છે તે જદગીશ ત્રિવેદીના જીવન પરથી સ્પષ્ટ થાય છે. વડા પ્રધાને ખાસ ઉલ્લેખ હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીના દીકરા મૌલિક ત્રિવેદી ફેસબુક પર પોસ્ટ લખીને વડા પ્રધાનનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે “મન કી બાતમાં” મારા પપ્પા જગદીશ ત્રિવેદી વિશે સાડા ત્રણ મિનિટ બોલ્યા.
જગદીશ ત્રિવેદીની સેવાકીય પ્રવૃત્તિના ખૂબ વખાણ કર્યા અને દરેક વસ્તુનો દાનના આંકડા સાથે ઉલ્લેખ કર્યો. માત્ર ત્રિવેદી પરિવાર જ નહીં પણ સમગ્ર ગુજરાત માટે અને ખાસ કરીને કલા અને સાહિત્ય સાથે જોડાયેલી દરેક વ્યક્તિ માટે ગૌરવપૂર્ણ ઘટના.