આપણું ગુજરાત

આ ક્યાં ગરબે ઘૂમવા પહોંચ્યા પીએમ નરેન્દ્ર? તમે પણ આ વાઈરલ વીડિયો જોયો કે?

હેડિંગ વાંચીને જો તમને હકીકતમાં એવું લાગી રહ્યું હોય કે ખરેખર પીએમ નરેન્દ્ર મોદી કોઈ જગ્યાએ ગરબા રમવા માટે પહોંચ્યા છે તો બોસ એવું કંઈ જ નથી અને આ વાત જ્યારે તમે છેલ્લે સુધી મેટર વાંચશો ત્યારે ખ્યાલ આવશે જ.
અત્યારે દેશભરમાં નવલાં નોરતાની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી રહી છે અને રોજબરોજ આપણે સોશિયલ મીડિયા પર જાત જાતના નવા નવા સ્ટેપ્સ કરતાં ખૈલેયાઓના વીડિયોઝ જોતા હોઈએ છીએ અને આજે અમે અહીં આવા જ એક વાઈરલ વીડિયો વિશે વાત કરવા જઈ રહ્યા છે. આ વીડિયોમાં પીએમ નરેન્દ્ર મોદી જેવા દેખાતા એક ભાઈ ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા છે.


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને જ્યારે પહેલી નજરે જોઈએ તો એવું જ લાગે છે કે પીએમ મોદી ખૈલેયા વચ્ચે પહોંચીને ગરબાની મોજ માણી રહ્યા હોય એવું લાગી રહ્યું છે, પરંતુ જ્યારે વીડિયોને ધ્યાનથી જોશો ત્યારે ખ્યાલ આવશે કે આ તો પીએમ મોદી નહીં પણ એમના જેવા દેખાતા કોઈ ભાઈ છે.

આ વીડિયો sweetvadodara નામના એકાઉન્ટ પરથી નવરાત્રિ પહેલાં જ શેર કરવામાં આવ્યો છે અને નવરાત્રિ પહેલાંના કાઉન્ટડાઉન તરીકે આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં દેખાતા આ ભાઈએ એકદમ પીએમ મોદી જેવો જ લૂક મેળવવા માટે એમની જેમ જ કુર્તો, પાયજામો અને કોટી પહેરી છે. એટલું જ તેમણે પીએમ મોદીની જેમ જ ડાબા હાથમાં કાળા બેલ્ટવાળી ઘડિયાળ પણ પહેરી છે.

અહીંયા તમારી જાણ માટે કે 11મી ઓક્ટોબરના પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 70,000થી વધુ વખત જોવામાં આવ્યો છે અને આ વીડિયો જોઈને લોકો જાત-જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઘરમાં પૈસા નથી ટકવા દેતી આ ભૂલો, તમે પણ તો નથી કરતાં ને? રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો…