આપણું ગુજરાતગાંધીનગરટોપ ન્યૂઝ

‘ગુજરાત કે અંગને મે ચ્ંદ્રાબાબુ કા ક્યાં કામ હૈ’ ? મોદીએ નાયડુને ગુજરાત બોલાવી પઘડા ખેલ્યાં છે…

રાષ્ટ્રીય રાજનીતીમાં વડાપ્રધાન મોદી પોતે તરાપો શોધતા હોવાની અટકળો જંગલની આગની માફક ફરી વળી છે. કહેવાય છે કે બે દિવસ પહેલા રાજનાથસિંહે સાથે ભાજપના કેટલાક વરીસ્ઠ નેતાઓની ( અંદર ખાને મોદી વિરોધી એમ સમજવું ) બેઠક મળી હતી. અને દેશની ભાજપાઈ રાજનીતિ અંગે ગહન ચર્ચા થઈ રહી હતી. વડાપ્રધાન મોદી ખુદ મંગળવારે પોતાના જીવનના 74 વર્ષ પૂર્ણ કરી અમૃતકાળમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે, ભાજપમાં 75ની ઉમર ને ‘માર્ગદર્શક મંડળની ‘ડેડલાઇન’ ગણવામાં આવે છે. આખો ભાજપ પણ જાણે છે અને માર્ગદર્શક મંડળના મોવડીઓ પણ જાણે છે એ જ વાત પર હવે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ પણ અડી ગયો હશે ? કે, ‘હવે ઉતરો’. ? આ વચ્ચે, આજે મહાત્મા મંદિરના કાર્યક્રમમાં અન્ય ભાજપા સાશિત રાજયોના મુખ્યમંત્રી સાથે એક એવો ચહેરો જોવા મળ્યો. જે દેશની રાજનીતીમાં મોદી સરકારની કાંખઘોડી છે.

ભાજપાની રાજનીતિનું બે દિવસીય “હબ” બન્યું ગુજરાત ?

ગુજરાતનાં ગાંધીનગરમાં રિન્યુએબલ એનર્જી સમિટ બેઠકમાં ભાજપા સાશિત રાજયોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. શું આ મુખ્યમંત્રીઓ પોલિસી સમજવા કે ઉદ્યોગપતિઓને મળવા આવ્યા હતા ? જાણકારો માને છે તેમ વડાપ્રધાન મોદીએ બને દિવસના કાર્યક્રમો દરમિયાન આખી સાંજ અને મોડી રાત સુધી મંત્રણાઓનો દોર ચલાવ્યો છે. આ વચ્ચે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને NDAના સહયોગી ઘટકના સુપ્રીમો ચંદ્રાબાબુ નાયડુ પણ ઉપસ્થિત હતા. શું નાયડુ માત્ર આ કાર્યકર્મ પૂરતા જ આવ્યા હતા ? જવાબ છે ના. દિલ્લીમાં રાજનાથસિંહની કથિત બેઠકનો પલટવાર-ચર્ચા અને ભાજપાની સતા અને પોતાનો આ ત્રીજો કાર્યકાળ કેવી રીતે પૂરો કરે તે અંગે નાયડુ સાથે ચર્ચા થઈ હોવાનું સંભવ છે. વડાપ્રધાન પાસે એટલો ફાજલ એટલા માટે નથી કે, હરિયાણા ભાજપમાં લાગેલી આગ બુઝાવવા અને રાજ્યમાં સત્તા પણ ટકાવી રાખવાની છે.ઉપરાંત, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પણ ખુદ મોદીએ તૈયારીની કમાન હાથમાં લેવાની છે. ટૂંકમાં, મોદી માટે ‘રાત ઓછી ને વેશ ઝાઝા’ જેવી સ્થિતિ છે ત્યારે, દિલ્લીમાં રાજનીતિક સોગઠાં બાજી માટે ગુજરાત સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો અને આટલો ફુરસદનો સમય પણ.

મોદી પર ‘નજર’-ગડકરીના નિવેદન સૂચક

છેલ્લા બે દિવસથી કેન્દ્રિય મંત્રી અને નાગપુર કેમ્પના ‘ખાસ’ નિતિન ગડકરીના નિવેદન ચર્ચામાં છે. એક તરફ ગડકરીએ કહ્યું કે, વિપક્ષ મને વડાપ્રધાનપદની ઓફર કરી રહ્યો હતો. પણ વાતને મે ઠુકરાવી છે’ ભાજપના કેટલાક વરિસ્ઠ પણ જાણે છે કે, ગડકરી અને મોદી વચ્ચે કથિત અંતર છે. ગડકરીએ પણ લોકસભા ચૂંટણીના પહેલા કહ્યું હતું, હું ક્યાય પોસ્ટર લગાવવા, કે પ્રચાર માટે જવાનો નથી. લોકસભાની ટિકિટ મળવી હોય તો મળે. ત્યારે ગડકરીને પણ અંદેશો હશે કે ટિકિટ ના પણ મળે.

હવે વડાપ્રધાન મોદીએ ચંદ્રાબાબુ નાયડુને ગુજરાત બોલાવી- કથિત થયેલી બેઠકની ચર્ચાના ત્રિ-પરિમાણ આગામી સમયમાં સરકાર માં ચોક્કસ જોવા મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button