આપણું ગુજરાત

PM Modi અને સીએમ ભૂપેન્દ્ર પટેલે કચ્છી માંડુઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

અમદાવાદ : દેશવિદેશમાં વસેલા અને ગુજરાતમાં રહેલા કચ્છી લોકો અષાઢી બીજના દિવસની ઉત્સાહપૂર્વક રાહ જોતા હોય છે. અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ. કચ્છી નવા વર્ષની ઉજવણી રાજાશાહીના વખતથી થતી આવી છે. કચ્છ આગવો પ્રદેશ છે અને તેની કળા અહીંના લોકો એ તેની વિશેષતા છે. અષાઢી બીજ ની ઉજવણી પણ કચ્છીઓ ધામધૂમથી કરે છે. જે પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે કચ્છી માંડુઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ નવ વર્ષની શુભકામના પાઠવી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ નવ વર્ષની શુભકામના પાઠવતા લખ્યું હતું કે “
મૂંજેં વલેં કચ્છી ભા,ભેણેંકે અષાઢી બીજ કચ્છી નયેં વરેંજે ઓચ્છવ ટાણે ધિલસેં વધાઇયું ડીયાંતો, પાંજે કચ્છજી ભોમકા અને કચ્છીએંજી સદાય ચડ઼તી થીએ, કચ્છમેં સુખ, શાંતિ ને સમૃદ્ધિ કાયમ રે અને કચ્છડ઼ેજો ડંકો દુનિયામેં વજધો રે એડ઼ી કચ્છજી કુળદેવી મા આશાપુરા વટે અરધાસ કરીયાંતો. “

વિકાસના પંથે અવિરત આગળ વધો તેવી મંગલકામના

જ્યારે ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલ લોકોને રથયાત્રાની શુભેચ્છા પાઠવ્યા બાદ કચ્છી માંડુઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું હતું કે ” કચ્છી માડુઓને અષાઢી બીજ – કચ્છી નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે.. આપ સૌ ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરો અને સર્વાંગીણ વિકાસના પંથે અવિરત આગળ વધો તેવી મંગલકામના. “

ગુરુ ગોરખનાથે એમને ગુરુ મંત્ર આપ્યો હતો

ઉલ્લેખનીય છે કે, અષાઢી બીજે ઉજવાતા કચ્છી નવા વર્ષ પાછળ અનેક વાતો અને ઇતિહાસ રાજાશાહીના વખતથી જોડાયેલા છે. ઐતિહાસિક વાતોમાં તથ્ય લાગે તેવી વાતોમાં 1231માં જામ રાયઘણજી સાથે આ વાત જોડાયેલી છે. પુંજાજી ચાવડાના શાસન સમયે જામ રાયધણ જઈએ, જ્યારે તેમની પાસેથી શાસન લીધું ત્યારે અષાઢી બીજના દિવસે જ ગુરુ ગોરખનાથે એમને ગુરુ મંત્ર આપ્યો હતો. અને ત્યારે એ દિવસને નવું વર્ષ ઉજવવાનું નક્કી કર્યું.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત