વડોદરાની બોટ દુર્ઘટના મુદ્દે પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો શોક

વડોદરા: બોટ પલટી જવાના સમાચારને લઈને ગુજરાતભરમાં અરેરાટી ફેલાઇ ગઈ છે. હરણી તળાવમાં બોટ ઊંધી વળતાં 12ના મૃત્યુ થયાના સમાચાર બહાર આવી રહ્યા છે અને આ આંકડો વધવાની આશંકાઓ પણ કરવામાં આવી રહ્યા છે. 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો બોટમાં સવાર હતા.
જાણવા મળતી વિગત મુજબ બોટમાં 31 લોકો સવાર હતા. 23 બાળકો, 4 શિક્ષકો અને 4 બોટનો સ્ટાફ. હાલમાં, (18 જાન્યુઆરી, 2023, ગુરુવારે સાંજે 7 વાગ્યા સુધી), આ ઘટનામાં મૃત્યુઆંક 13 પર પહોંચી ગયો છે, સંખ્યા વધવાની સંભાવના છે. NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ડૂબી ગયેલા લોકોને બચાવવા માટે NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ટીમ ડીપ ડાઇવર્સ અને સોનાર સિસ્ટમ સાથે આવી પહોંચી હતી. તળાવમાં ડૂબી ગયેલા બાળકો અને શિક્ષકોને શોધવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
બરોડાની દુર્ઘટના અંગે પીએમ મોદીએ એક્સ (અગાઉના ટવિટર) પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ લખ્યું હતું કે બરોડાના હરણી તળાવમાં બોટ ઊંધી વળવાની દુર્ઘટનામાં માર્યા જનારાથી હું વ્યથિત છું. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય અને સ્થાનિક તંત્રો દ્વારા પીડિતોને શક્ય એટલી મદદ પહોંચાડવામાં આવી રહી છે. પીએમ ફંડમાંથી દરેક મૃતકના પરિવારોને બે લાખ રુપિયા અને ઈજાગ્રસ્તોને રુપિયા પચાસ હજારની સહાય આપવામાં આવશે.
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 18, 2024
દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.…
આ ઘટનાને લઈને હર્ષ સંઘવીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું