આપણું ગુજરાત

Mehsana: દશેરાના દિવસે મહેસાણામાં બનેલી કરૂણાંતિકા પર પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક, મૃતકોને 2 લાખની સહાય કરી જાહેર

PM Modi News: મહેસાણાના કડીમાં જાસલપુર ખાતે ભેખડ ધસી પડતાં 9 શ્રમિકોના મૃત્યુ થયા છે, જ્યારે એકનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાની નોંધ પીએમ મોદીએ પણ લીધી છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, ગુજરાતના મહેસાણાં દીવાલ પડતાં થયેલી દુર્ઘટનાથી અત્યંત દુઃખદ છે. જે લોકોએ તેમના પરિવારજનો ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી સંવેદના અને શોક વ્યકત કરું છું. ઈશ્વર તેમને પીડા સહન કરવાની શક્તિ આપે. ઉપરાંત ઘાયલ થયેલા લોકો ઝડપી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. રાજ્ય સરકારની દેખરેખમાં સ્થાનિક પ્રશાસન પીડિતોને શક્ય તમામ સહાયમાં લાગ્યું છે. પીએમઓના જણાવ્યા મુજબ, મૃતકોના સ્વજનોને રૂપિયા 2 લાખની અને ઘાયલોને રૂ. 50,000ની સહાય કરાશે.

કેવી રીતે બની ઘટના
કડી તાલુકાના જાસલપુરમાં એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી વખતે માટીની ભેખડ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં 10 જેટલા શ્રમિકો દટાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતોજેમાં 9 શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક શ્રમિકનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. મૃતકોમાં 7 દાહોદના અને 2 રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. કડી પોલીસના જણાવ્યા મુજબ, જાસલપુર ગામમાં એક ફેકટરીમાં અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવા માટે શ્રમિકો ખાડો ખોદી રહ્યા હતા. તે સમયે ભેખડ ધસી પડતાં આ દુર્ઘટના બની હતી.

આ પણ વાંચો : Surat Rain: સુરતમાં સતત ત્રીજા દિવસે વરસાદ, રાવણ દહનના કાર્યક્રમમાં વિધ્ન

શ્રમિકોની વાતને નજરઅંદાજ કરતાં બની દુર્ઘટના
શ્રમિકોના જણાવ્યા મુજબ, કામગીરી ચાલતી હીતી ત્યારે તેમણે આ ભાગ જોખમી હોવાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય શકે તેમ જણાવ્યું હતું. તેમ છતાં તેમની વાતને નજરઅંદાજ કરવામાં આવી હતી. આ ઘટનામાં મેનેજર અને સુપરવાઇઝર સામે કાર્યવાહી કરવામાં આવશે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ સહાય જાહેર કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મહેસાણા જિલ્લાના જાસલપુર માં દિવાલ ધસી પડવાના કારણે સર્જાયેલી દુઘર્ટનામાં મૃત્યુ પામેલા શ્રમિક વ્યક્તિઓને પ્રત્યેકને 4 લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે. આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા મૃતકોના પરિવારજનોના દુઃખમાં સહભાગી બનીને મુખ્યમંત્રીએ મૃત્યુ પામનારા કમનસીબ લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરી છે. મુખ્યમંત્રીએ આ દુર્ઘટનાના ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker