જાણો વડા પ્રધાન મોદીએ લોથલથી અમદાવાદનું 100 કિમીનું અંતરે હેલિકોપ્ટરમાં નહીં પણ કેમ બાય રોડ કાપ્યું?

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બર શનિવારના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ભાવનગરમાં રોડ શો બાદ જવાહર મેદાન પહોંચ્યા હતા, જ્યાં તેમનું ધારાસભ્યો અને પ્રધાનોએ સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ ભાવનગર સહિત રાજ્યના 27000 કરોડ મળી દેશના કુલ 1 લાખ કરોડનાં વિકાસકામોનું ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. તથા જન સભાને સંબોધી હતી.
જવાહર મેદાનમાં સભાને સંબોધન કર્યા બાદ તેઓ અમદાવાદ જિલ્લાના લોથલ જવા રવાના થયા હતા. લોથલમાં નિર્માણ પામી રહેલા એશિયાના સૌથી મોટા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (એનએમએચસી) પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યાર સુધી તૈયાર થયેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાને સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને લોથલ ખાતે ચાલી રહેલા વિવિધ કામોની પ્રગતિ અંગેની વિસ્તૃત માહિતી પણ મેળવી હતી.
આ પણ વાંચો: PM મોદી આજે ગુજરાતમાં, ભાવનગર અને લોથલમાં
ત્યાર બાદ વડાપ્રધાન મોદી હેલિકોપ્ટર મારફતે અમદાવાદ એરપોર્ટ આવવાના હતા. જો કે લોથલમાં હવામાન ખરાબ હોવાથી તેમનું હેલિકોપ્ટર ઉડી શક્યું નહોતું. જેથી તેઓ બાય રોડ 100 કિમીનું અંતર કાપી અમદાવાદ આવ્યા હતા. તેઓ અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા હતા.