ભરવાડ સમાજનું કોઇ માણસ વૃદ્ધાશ્રમમાં નથી: બાવળિયાળી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં PM મોદીએ કરી મોટી વાત…

અમદાવાદ: ભરવાડ સમાજની આસ્થાનાં કેન્દ્ર સમાન અને 52 ઠાકર દુવારા પૈકીનાં એક ભાલ પંથકનાં સંત નગાલાખા બાપાની જગ્યા બાવળિયાળી ખાતે નિજમંદિરને પોણા ચારસો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મંદિરની પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપ જ્ઞાન ગાથાસ્વરૂપે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની ઉજવણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ભાગ લીધો હતો. તેમણે સંબોધનની શરૂઆત જય ઠાકર કહીને કરી હતી.
આ પણ વાંચો : Vibrant Gujarat સમિટ 2026માં કેમ નહીં યોજાય? જાણો શું છે કારણ…
વીડિયો કૉન્ફરન્સિંગ જોડાયા PM મોદી
Sharing my remarks during a programme of Bavaliyali Dham in Gujarat. https://t.co/JIsIUkNtGS
— Narendra Modi (@narendramodi) March 20, 2025
પ્રાપ્ત વિગતો અનુસાર ભાલ પંથકનાં સંત નગાલાખા બાપાની જગ્યા બાવળિયાળી ખાતે નિજમંદિરને પોણા ચારસો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મંદિરની પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનાં પ્રસંગે આજે 70 હજાર જેટલી ભરવાડ સમાજની મહિલાઓ દ્વારા હુડો રાસ રમીને વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમની ઉજવણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ભાગ લીધો હતો.
ભાવનગરની ધરતી શ્રીકૃષ્ણની વૃંદાવન બની
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મહાકુંભ તો ઐતિહાસિક હતો પણ આ મેળામાં જ મહંત રામબાપુને મહામંડલેશ્વરની પદવી એનાયત કરવામાં આવી. તેમણે કહ્યું હતું કે છેલ્લા એકાદ અઠવાડિયાથી ભાવનગરની આ ધરતી જાણે ભગવાન શ્રીકૃષ્ણની વૃંદાવન બની ગઈ છે. અને ભાઈશ્રીની ભાગવત કથાથી કૃષ્ણમાં તરબોળ થઈ ગયા છે.
બહેનોનાં હુડા રાસે વૃંદાવનને જીવંત કર્યું
તેમણે કહ્યું હતું કે બાવળિયાળી ધામ એ માત્ર એક ધાર્મિક સ્થાન નથી પણ ભરવાડ સમાજ સહિત અનેકની આસ્થા, સંસ્કૃતિનું કેન્દ્ર છે. નગાલાખા ઠાકરની કૃપાથી આ પવિત્ર સ્થાનને હમેશા સાચી દિશા, ઉત્તમ પ્રેરણા અને વારસો મળ્યો છે. આ મંદિરની પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ એ આપણો રૂડો અવસર છે. આ તકે તેમણે હુડો રાસનાં રેકોર્ડને યાદ કર્યો હતો અને કહ્યું કે જાણે વૃંદાવનને જીવંત કરી દીધું.
ભરવાડ સમાજનું કોઇ માણસ વૃદ્ધાશ્રમમાં નથી
ભરવાડ સમાજ પરિશ્રમમાં માનનારો છે. સાથે તેમણે ટકોર કરતાં કહ્યું હતું કે હવે લાકડીઓનો જમાનો ગયો પણ હવેનો જમાનો કલમનો જમાનો છે. તેમણે કહ્યું હતું કે ભરવાડ સમાજનું કોઇ માણસ વૃદ્ધાશ્રમમાં ન જોવા મળે, સયુંકત પરીવાર, માતાપિતાની સેવાને ઈશ્વરની સેવા માને છે. ભરવાડ સમાજનાં મૂલ્યોને મજબૂત કરવાનો પેઢી દર પેઢી પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ગુજરાતભરમાંથી 7612 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર, હવે થશે બુલડોઝર કાર્યવાહી
ભરવાડ સમાજની સેવાને શબ્દોમાં ન વર્ણવી શકીએ
તેમણે આ પ્રસંગે સહભાગી બનાવવા બદલ આભાર માન્યો હતો અને સાથે જ તેમણે ક્ષમા માંગતા કહ્યું હતું કે હું આ પ્રસંગે હાજર નથી રહી શક્યો તે બદલ ક્ષમા માંગુ છું. ભરવાડ સમાજ સાથે મારે જૂનો સંબંધ છે. ભરવાડ સમાજની સેવા , ગૌસેવા, પ્રકૃતિ પ્રેમને શબ્દોમાં ન વર્ણવી શકીએ. તેમણે દુકાળનાં સમયે ઈશુબાપુની સેવાને પણ બિરદાવી હતી. તેમના કાર્યોને દેવકાર્ય સાથે સરખાવી શકાય. શિક્ષણ, ગીર ગાયની સેવામાં તેમની પરંપરા જોવા મળી.