આપણું ગુજરાત

ગુજરાતમાં ખેડૂતો માટે કામના સમાચાર, જો નહીં કરાવો આ કામ તો પીએમ કિસાન યોજનાનો અટકી જશે ૨૦ મો હપ્તો…

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂત પરિવારોને સરકાર દ્વારા વાર્ષિક રૂ. ૬,૦૦૦ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૧૯ હપ્તાની સહાય રકમ સીધી લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવી છે.

પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા ખેડૂતો માટે ભારત સરકાર દ્વારા છેલ્લા આઠ હપ્તાથી તબક્કાવાર લેન્ડ સીડીંગ, આધાર સીડીંગ-ડીબીટી એનેબલ તથા ઈ-કેવાયસી ફરજીયાત કરવામાં આવ્યું છે. ઉપરોક્ત બાબતો પૈકી એકપણ બાબત પૂર્ણ ન થઈ હોય તો લાભાર્થી યોજનાનો લાભ મેળવવાથી વંચિત રહે છે. આ માટે રાજ્યના જે લાભાર્થી ખેડૂતોના હપ્તા ઉક્ત બાબતો પૈકી કોઈ કારણોસર બંધ થયા હોય, તો ખેડૂતોએ સત્વરે તે કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે.

ટૂંક જ સમયમાં પીએમ કિસાન યોજનાનો આગામી ૨૦મો હપ્તો રીલીઝ થવાનો હોવાથી, કોઈપણ ખેડૂત લાભાર્થી લાભથી વંચિત ન રહી જાય તે માટે ખેડૂતોએ પેન્ડીંગ કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવી અનિવાર્ય છે.

સીડીંગની કાર્યવાહી કેવી રીતે કરવી?
લેન્ડ સીડીંગ બાકી હોય તેવા ખેડૂતોએ જમીનની અદ્યતન વિગતો સાથે ગામના વિલેજ નોડલ ઓફીસર, ગ્રામ સેવક અથવા સંબંધિત જિલ્લા ખેતાવાડી અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. આધાર સીડીંગ બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓએ લાભાન્વિત બેન્કમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર સીડીંગ-ડીબીટી એનેબલ કરાવી લેવાનું રહેશે અથવા નજીકની પોસ્ટ ઓફીસ ખાતે આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી ઈન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ સાથેનું નવું ખાતુ ખોલાવી લેવાનું રહેશે.  

ઈ-કેવાયસી બાકી હોય તેવા લાભાર્થીઓએ આપના ગામના ગ્રામસેવક અથવા વિલેજ નોડલ ઓફીસરનો સંપર્ક કરીને ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર અને ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે પણ લાભાર્થી રૂ. ૧૫ ચાર્જ ચુકવીને બાયોમેટ્રિક ઓથેન્ટીફીકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી શકશે.

આપણ વાંચો : ગુજરાતમાં 103 તાલુકાઓમાં ખાબક્યો કમોસમી વરસાદ; ભાવનગરનાં મહુવામાં 7 ઇંચ જેટલો વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button