આપણું ગુજરાત
Pls note: હવે આ ટ્રેનો અમદાવાદ રેલવે સ્ટેશન નહીં, પણ અહીંથી ઉપડશે,

અમદાવાદઃ એક તરફ અમદાવાદ જંકશન એટલે કે કાળુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ થતી હોવાથી અમદાવાદવાસીઓ સહિત તમામ પ્રવાસીઓ ખુશ છે, પરંતુ બીજી બાજુ ઘણી ટ્રેન આ સ્ટેશન પર ઊભી ન રહેતા કે અહીંથી ચડવાનું ઓપ્શન ન રહેતા પ્રવાસીઓએ હાલાકી પણ ભોગવવી પડશે. રેલવેએ ઘણી ટ્રેનનું બોર્ડિંગ-ડિપાર્ચર સ્ટેશન બદલી સાબરમતી અથવા ગાંધીનગર કર્યુ છે. આ ટ્રેનની યાદીમાં હવે બીજી ઘણી ટ્રેનનો પણ સમાવેશ થઈ રહ્યો છે.
Western railwayએ કેટલીક ટ્રેનોના ટર્મિનલને સાબરમતી જ્યારે કેટલીક ટ્રેનોના ટર્મિનલને ગાંધીનગર કેપિટલમાં ખસેડવામાં આવ્યા છે. તે મુજબ આ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો અને સંશોધિત સમય નીચે મુજબ છે:
- ટ્રેન નંબર 19415 અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સાપ્તાહિક એક્સપ્રેસનું ટર્મિનલ 31 માર્ચ, 2024થી સાબરમતી ખસેડવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 20.45 કલાકે ઉપડશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 19416 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ 02 એપ્રિલ, 2024 થી સાબરમતી ખાતે સમાપ્ત થશે અને 21.30 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે. - ટ્રેન નંબર 19401 અમદાવાદ-લખનૌ વીકલી એક્સપ્રેસનું ટર્મિનલ 01 એપ્રિલ, 2024થી સાબરમતી ખાતે ખસેડવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 10.05 કલાકે ઉપડશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 19402 લખનૌ-અમદાવાદ વીકલી એક્સપ્રેસ 02 એપ્રિલ, 2024 થી સાબરમતી ખાતે સમાપ્ત થશે અને 23.20 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે. - ટ્રેન નંબર 12957 અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસના ટર્મિનલને 07 એપ્રિલ, 2024થી સાબરમતી ખસેડવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 19.05 કલાકે ઉપડશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 12958 નવી દિલ્હી-અમદાવાદ સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ 06 એપ્રિલ, 2024 થી સાબરમતી ખાતે સમાપ્ત થશે અને 08.05 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.
અમદાવાદથી ગાંધીનગર કેપિટલ ખસેડવામાં આવેલી ટ્રેનોઃ
- ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસનું ટર્મિનલ 02 એપ્રિલ, 2024થી ગાંધીનગર કેપિટલમાં ખસેડવામાં આવશે અને આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 21.55 કલાકે ઉપડશે. આ ટ્રેનનું ચાંદલોડિયા સ્ટેશન (B) પર વધારાનું સ્ટોપેજ છે અને આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય 22.18/22.20 કલાકનો રહેશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 22958 વેરાવળ-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ 01 એપ્રિલ, 2024 થી ગાંધીનગર કેપિટલ ખાતે સમાપ્ત થશે અને ગાંધીનગર કેપિટલ સ્ટેશને 05.55 કલાકે પહોંચશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન (B) પર વધારાનું સ્ટોપેજ હશે અને આ ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય 05.10/05.12 કલાકનો રહેશે. - ટ્રેન નંબર 19223 અમદાવાદ – જમ્મુ તાવી એક્સપ્રેસનું ટર્મિનલ 02 એપ્રિલ, 2024થી ગાંધીનગર કેપિટલમાં ખસેડવામાં આવશે અને આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 11.20 કલાકે ઉપડશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશને નહીં જાય.
એ જ રીતે ટ્રેન નંબર 19224 જમ્મુ તાવી-અમદાવાદ એક્સપ્રેસ 01 એપ્રિલ, 2024થી ગાંધીનગર કેપિટલ ખાતે સમાપ્ત થશે અને ગાંધીનગર કેપિટલ સ્ટેશને 13.30 કલાકે પહોંચશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશને નહીં જાય.