Polo Forest ફરવા જવાનું વિચારતા હોય તો આ બાબતનું ધ્યાન રાખજો ધ્યાન નહિતર……

હિંમતનગર: હવે વરસાદની મોસમ જામ્યા બાદ નૈસર્ગિક સ્થળોએ પ્રવાસીઓનો ઘસારો જામવાનો છે. જો કે આ દરમિયાન ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની અને રાજસ્થાનની સરહદે આવેલા પોળો ફોરેસ્ટના નૈસર્ગિક પ્રવાસન સ્થળોએ જો આપ ફરવા જવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. કારણ કે જિલ્લા કલેકટર દ્વારા પોળો ફોરેસ્ટમાં ભારે વાહનોને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ગુજરાત અને રાજસ્થાનનીઓ બોર્ડર પર આવેલા ખૂબ જ આહલાદક એવા પ્રવાસન સ્થળ પોળો ફોરેસ્ટ પર વરસાદની સિઝનમાં ખૂબ જ પ્રવાસીઓનો ઘસારો રહેતો હોય છે. અહી હરણાવ નદીના કિનારા સહિત ડુંગરાળ વિસ્તારોમાં જામેલી હરિયાળી ખૂબ જ પ્રવાસીઓને ખેંચે છે. પરંતુ તેની સાથે પ્રદૂષણ ઘટાડવા સહિતના પ્રશ્નો પણ ઉદભવે છે. જો કે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને અહી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને આ જાહેરનામું આગામી 20 ઓગષ્ટ 2024 સુધી અમલમાં રહેવાનું છે.
આ પણ વાંચો : ગિફ્ટિસિટિમાં દારૂની છૂટ પણ પીનારાંઓને નડે છે આ નિયમો
પોળો ફોરેસ્ટમાં આવતા વાહનોમાં ટૂ વ્હીલર સિવાયના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે પોળો ફોરેસ્ટના પ્રવેશ દ્વારા સમાન સારણેશ્વર મહાદેવ પાસે પ્રવસીઓની સુવિધા વધારવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. અને આથી આ વિસ્તારને ઇકો ટૂરિઝમ અને પોલ્યુશન ફ્રી તરીકે વિકસાવવા માટે કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. આ માટે વાણજ ડેમથી વિજયનગર સુધીના ત્રણ રસ્તા સુધીમાં ફોર વ્હીલર વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ મુકાયો છે.
પોળો ફોરેસ્ટ એ અરવલ્લી ગિરિમાળાનું ખૂબ જ મજાનું રમણીય સ્થળ છે. રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર આવેલ આ સ્થળ બંને રાજ્યો વચ્ચેનું પ્રવેશદ્વારા પણ માનવામાં આવે છે. પોળોના જંગલોમાં હિન્દુ અને જૈન ધર્મના ખૂબ જ પ્રાચીન મંદિરો અને જિનાલયો આવેલા છે. સાથે અહી હરણાવ નદીનો રમણીય કાંઠો, ભેખડો, ડુંગરો સહિત અનેક બાબતો દૂરદૂરના પ્રવાસીઓને અહી ખેંચી લાવે છે.