Winter 2024: ગુજરાતમાં આજથી ગુલાબી ઠંડી શરૂ, તાપમાનમાં થશે ઘટાડો
અમદાવાદ : ગુજરાતના સામાન્ય રીતે ઓકટોબર માસમાં જ ગુલાબી ઠંડી(Winter 2024)અનુભવાતી હોય છે. જો કે આ વર્ષે ઓકટોબર માસમાં પણ ગરમી જોવા મળી હતી. ત્યારે હવે નવેમ્બર માસની શરૂઆતથી જ રાજ્યમાં ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. જેમાં આજે વહેલી સવારે ગુલાબી ઠંડીએ દસ્તક આપી છે. જોકે, દિવસ દરમિયાન હજુ પણ હળવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ હવામાન વિભાગે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે.
3જી નવેમ્બરથી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ શકે છે.
તાપમાન ચારથી પાંચ ડિગ્રી નીચું જાય તેવી આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ત્રણથી સાત નવેમ્બર દરમિયાન લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાતોએ પણ તાપમાન ચારથી પાંચ ડિગ્રી નીચું જાય તેવી આગાહી કરી છે.
Also Read – Kedarnath Dham:બંધ થયા બાબા કેદારનાથના કપાટ, છ મહિના સુધી ઉખીમઠના ઓમકારેશ્વરથી થશે દર્શન
સાત દિવસ હવામાન ડ્રાય રહેશે
ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વીય પવન ફૂંકાઇ રહ્યા છે. આ સાથે અમદાવાદ અને તેની આસપાસનાં વિસ્તારોમાં આજે આકાશ ચોખ્ખું રહેવાની પણ આગાહી આપવામાં આવી છે. સાત નવેમ્બર દરમિયાન લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થવાની સંભાવના છે. આગામી સાત દિવસ હવામાન ડ્રાય
રહેશે. હાલ વરસાદની કોઈ આગાહી નથી.