Ambajiથી દર્શન કરી પરત ફરતા યાત્રાળુઓની બસનો અકસ્માત: 4ના મોત 30થી વધુ ઇજાગ્રસ્ત

અંબાજી: દરવર્ષે અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર અકસ્માતની ઘટનાઓમાં અનેક લોકોના ભોગ લેવાય છે અને જીવલેણ અકસ્માતનો આ સિલસિલો આ વર્ષે પણ યથાવત રહ્યો છે. કઠલાલના ભક્તો અંબાજીથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા તે સમયે ડ્રાઇવરે બસ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ચારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ઉપરાંત 30થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલમાં 108 એમ્બુલન્સ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. ઘાયલોમા કેટલાક મુસાફરોનીની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે
પ્રાપ્ત વિગતો અનુસાર ખેડા જિલ્લાના કઠલાલથી અંબાજી દર્શનાર્થે આવેલા યાત્રાળુઓની બસ દર્શન કરી પરત ફરી રહી હતું ત્યારે અંબાજીના ત્રિશુલીયા ઘાટ નજીક અકસ્માત સર્જાયો હતો. બસના ડ્રાઇવરે બસ પરથી કાબુ ગુમાવતાં સર્જાયેલા અકસ્માતમાં 30થી પણ વધુ દર્શનાર્થીઓને ઇજા પહોંચી છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ડિવાઇડરની રેલિંગ પણ તૂટી ગઇ હતી. મુસાફરોના જણાવ્યા અનુસાર ડ્રાઇવર નશામાં ધૂત હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ બસ ડ્રાઇવરે નશો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. લક્સરી બસ રેલિંગ સાથે ટકરાતા રેલિંગ તૂટી ગઇ હતી. હાલમાં 108 એમ્બુલન્સ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. 15 ઘાયલોને સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા હાલ બચાવકાર્ય શરૂ કરી મુસાફરો બસની બહાર કાઢવામાં આવી રહ્યા છે.
અકસ્માત માટે હોસપોટ:
અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર દરવર્ષે અકસ્માતની ઘટનાઓ સર્જાય છે. ત્રિશૂલીયા ઘાટ જાણે અકસ્માતનો હોસપોટ હોય તેમ ગયા વર્ષે પણ યાત્રિકોને લઈને જતી લક્ઝરી બસ પલ્ટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં 30થી વધુ યાત્રિકો ઘાયલ થયા હતા. સૌરાષ્ટ્રથી 20 દિવસની યાત્રા માટે નીકળેલા યાત્રિકોને અકસ્માત નડયો હતો. આ સિવાય વર્ષે 2019માં ખાનગી ટ્રાવેલ બસને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જે ગમખ્વાર અકસ્માતમાં 21 લોકોના મોત થયા હતા.
Also Read –