આપણું ગુજરાત

ગુજરાતભરના ફોન આજે ટેસ્ટિંગ મેસેજથી રણકશે: ચિંતા કરવાની જરૂર નથી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સમગ્ર રાજ્યમાં તા.૧૬ ઓક્ટોબર ૨૦૨૩ સોમવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે સેલ બ્રોડકાસ્ટનું મોટા પાયે પરીક્ષણ થવાના કારણે રણકી ઉઠશે. જોકે એના કારણે ભયભીત થવાની કે ચિંતા કરવાની જરૂર નથી એવું સત્તાવાળાઓએ જણાવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ એ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્ત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે. હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર, બચાવ કામગીરી જેવી સૂચનાઓ મોબાઈલ ઉપકરણો દ્વારા જાહેર જનતાને સલામતી માટે મોકલવામાં આવશે. આ અંગેના આપના મોબાઈલ ઉપર ટેસ્ટિંગ મેસેજ પ્રસારિત થશે.

ઇમરજન્સી એલર્ટ સિસ્ટમનું પરીક્ષણ:
આ સેમ્પલ ટેસ્ટિંગ મેસેજ છે, જે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવે છે. આ મેસેજને અવગણવો કારણ કે, તમારે કોઈ પગલાં લેવાની કે ચિંતા કરવાની જરૂર નથી. આ સંદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવી રહેલી સમગ્ર દેશની ઇમરજન્સી એલર્ટ સિસ્ટમના પરીક્ષણ માટે મોકલવામાં આવશે. ઇમરજન્સીમાં સમયસર ચેતવણી આપીને જાહેર સલામતી વધારવા તેમજ જાનહાનિ અટકાવવાના ઉદ્દેશ્ય સાથે ભવિષ્યમાં આ વ્યવસ્થા અમલી બનાવવામાં આવનાર છે. તેના પરીક્ષણના ભાગરૂપે આ મેસેજ મોકલવામાં આવનાર છે, તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સચેત પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ થકી જાહેર જનતાને ડિઝાસ્ટર સંબંધી મેસેજ અલગ-અલગ માધ્યમથી મોકલી શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button