આપણું ગુજરાતગોંડલસૌરાષ્ટ્ર

ગોંડલમાં PGVCLની બેદરકારીઃ હડમતાળા ગામે વીજ કરંટ લાગવાથી વધુ એક ખેડૂતનું મોત

રાજકોટઃ ગોંડલ તાલુકાના હડમતાળા ગામે પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિ. (PGVCL) 11 કે.વી.ની ચાલુ વીજ લાઇન ખેતરના ફેન્સીંગ પર પડી જતા ખેતરમાં કરંટ ફેલાયો હતો જેના કારણે એક ખેડુતનુ મોત થયુ છે. ખેડૂત ખેતીકામ કરી બે દિકરી સહિત પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ PGVCL તંત્રની બેદરકારીએ તેમનો જીવ લઈ લેતા પરીવાર નિરાધાર બન્યો છે. પરિવાર દ્વરા તંત્ર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યો છે.
ચાલુ વીજ વાયર ખેતરના ફેનસિંગને અડી જતા કરંટ ફેલાયો:

ઇલયાઝભાઈ અને તેમના પુત્ર અનિસભાઈ સાથે ઘરેથી જમીને વાડી ખેતી કામ માટે જતા હતા. તે દરમિયાન વાડીના શેઢા પાસે PGVCLનો 11 કે.વી. ચાલુ વીજ વાયર વાડી ફરતે કરેલા વારા ફેનસિંગ પર પડતા આખા ખેતરમાં કરંટ આવ્યો હતો. અજાણતા ઇલયાઝભાઈને વીજ કરંટ લાગતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ઇલયાઝભાઈનો પુત્ર અનિસ પિતાને છોડાવા જતા તેને વીજ કરંટ લાગતા ઘાયલ થયો હતો. તેથી તેને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ઇલયાઝભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ઘટનાના જાણ થતા પોલિસે સમગ્ર મામલે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇલયાઝભાઈના નાના ભાઈએ PGVCL તંત્ર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, આ બનાવ પહેલા PGVCL તંત્રને અનેક વાર મૌખિક રજુઆત કરી હતી કે વીજ તાર ઢીલા છે. જેને તુરંત રીપેર કરવામાં આવે, પરંતુ કોઇ કાર્યવાહી ના થતા PGVCL તંત્રની બેદરકારીને કારણે આ બનાવ બન્યા હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.

ખેતરમાં 8 થી 10 મજૂરો પણ કામ કરતા હતા ઘટના વધુ ગંભીર બની સકતી પરંતુ સદનસિબે ઘટનામાં વાડીમાં કામ કરતા 8 થી 10 જેટલા મજૂરોનો બચાવ થયો હતો.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button