આપણું ગુજરાત

જીવાદોરી સમાન ધાતવરડી ડેમને બચાવવા લોકો મેદાનમાં; કલેકટરને કરી માંગ

રાજુલા: રાજ્યમાં ખનીજ ખનનની સમસ્યાઓથી ઉદ્ભવતી બીજી અનેક સમસ્યાઓનો સામનો સામાન્ય લોકો કરી રહ્યા છે. તાજેતરમાં જ અમરેલીના રાજુલા તાલુકાની જીવાદોરી સમાન ઘાતવરડી ડેમ 1 ડેમ સંપૂર્ણ ભરાયેલો છે. ત્યારે તેની બાજુમાં જ 2 મોટી ક્વોરી લિઝમાં ભરડીયાઓ ધમધમતા હોય જેમાં કરવામાં આવતા બ્લાસ્ટથી ડેમની મજબૂતી અને ક્ષમતા પર ગંભીર અસરો થઈ રહી હોય લોકોએ તેનો વિરોધ નોંધાવ્યો છે.

“ધાતવરડી ડેમ બચાવો”

ભરડીયાઓમાં થતાં બ્લાસ્ટને કારણે તેની અસર ડેમની મજબૂતી અને ક્ષમતા પર થતી હોય અને જીવાદોરી સમાન ડેમની ઉપર મંડરાતા આ જોખમને લઈને ગ્રામજનોમાં ભરડિયાઓ સામે ભારે રોષ છે. આ અંગે અગાઉ અનેકવાર લેખિત અને મૌખિત રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ નહિ મળતા ખેડૂતોએ મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનોએ અમરેલી કલેકટર કચેરી પહોંચીને “ધાતવરડી ડેમ બચાવો ભાઈ બચાવો ભરડીયાઓ બંધ કરો ભાઈ બંધ કરો”ના સુત્રોચાર કરીને કલેકટરને આવેદનપત્ર આપવામા આવ્યું હતું.

Also Read – National Milk Day: દૂધ ઉત્પાદનમાં ગુજરાત ચોથા સ્થાને! AMULએ સર્જી શ્વેત ક્રાંતિ

ડેમને પહોંચી રહ્યું છે નુકસાન

આ અંગે લોકોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, રાજુલા તાલુકાના ભાક્ષી ગામે આવેલા ધાતરવડી-1 ડેમની આસપાસના વિસ્તારમાં ખનન કરવા માટે 50 ફૂટ ઊંડે સુધી બ્લાસ્ટીંગ કરવામાં આવે છે જેના કારણે તેની કંપની દૂર દૂર સુધીના વિસ્તારમાં પણ અનુભવવા મળે છે. આથી 50 વર્ષ પહેલા બનાવવામાં આવેલા અને રાજુલાના 12 ગામના લોકો માટે જીવાદોરી સમાન આ ડેમને ભયંકર નુકસાન પહોચે તેવી શક્યતા છે.

કડક કાર્યવાહી કરવા માંગ

વળી આ ડેમને ભરડીયાથી થઈ રહેલી ગંભીર અસરોને જાણીને ડેમના જ એક અધીકારી દ્વારા લેખિતમાં અમરેલીના ભૂસ્તરશાસ્ત્રીને જણાવી દેવામાં આવ્યું છે કે આ ડેમને થનારા કોઈપણ પ્રકારના નુકસાનની જવાબદારી ખાણ અને ખનીજ વિભાગના અધિકારીની રહેશે. આ ડેમ માત્ર આ 12 ગામના ખેડૂતો માટે જીવાદોરી નહિ પરંતુ રાજુલા જાફરાબાદ વિસ્તારના 3 થી 4 લાખ લોકોની જનતાને પીવાનું પાણી પૂરું છે. આથી તાત્કાલીક ધોરણે આ મુદ્દે કડક કાર્યવાહી કરવા માટે માગણી કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button