આપણું ગુજરાતટોપ ન્યૂઝ

આ તે ફારસ કેવું ? હવામાનની ભૂલ, ભોગવે AMC: 45 ડિગ્રીએ રેડને બદલે હવે ઓરેન્જ એલર્ટ !

સતત એક દસકાથી ધખધખતી ગરમી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) અને હવામાન વિભાગ (IMD) દ્વારા સંયુક્ત રીતે ગરમીને લઇને વિવિધ પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવતા હોય છે.જેથી નાગરિકોને એ સમયગાળા દરમિયાન વિશેષ તકેદારી દાખ્વ્વમાં વધુ સરળતા રહે.

પરંતુ સોમવારે અમદાવાદ મહાનગર પાલિકા ( AMC) દ્વારા શહેરમાં વધુ પાંચ દિવસ ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું હતું. પરિણામે, મ્યુનિસિપલ કોર્પોરેશન અને હવામાન વિભાગ વચ્ચે ઊભી થયેલી વિસંગતતા અંગે મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે. સોમવારે હવામાન વિભાગે વધુ પાંચ દિવસ 45 ડિગ્રી તાપમાન રહેશે એ પ્રકારનો અહેવાલ આપ્યો હતો તે અમોને મળ્યો છે, સાથોસાથ એ જ રિપોર્ટમાં ઓરેન્જ એલર્ટ તરીકે કલર કોડિંગ કરીને કોર્પોરેશનને રિપોર્ટ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે 45 ડિગ્રી રિપોર્ટ થયો છે એના આધારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રેડ એલર્ટ 45 ડિગ્રી રિપોર્ટના આધારેઆ બાબતે હવામાન વિભાગે એક સરળ સમજ આપતા ઉમેર્યું કે, તાપમાન ઓછામાં ઓછું 45 ડિગ્રી અને અન્ય પરિમાણને ધ્યાનમાં લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તે લોકોએ 45 ડિગ્રીનો રિપોર્ટ કર્યો છે એને આધાર લઇને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ એક ટેક્નિકલ એરર અને બંને વિભાગ વચ્ચે થયેલી ચર્ચા મુજબ જે પ્રમાણે દરરોજ હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવશે એ મુજબ આવનારા દિવસમાં એલર્ટ જાહેર થાય એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જો 45 ડિગ્રી તાપમાન હોય તો રેડ એલર્ટ જાહેર કરતું આવતું હતું. હવે હવામાન વિભાગ દ્વારા 44.9 ડિગ્રી હશે તો પણ ઓરેન્જ એલર્ટ જ જાહેર કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ… જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને…