ગુજરાતમાં આ પાંચ વિસ્તારના લોકો એક નહીં પણ 2-2 મત આપશે ! જાણો શા માટે

ગાંધીનગર : 2024ની લોકસભા ચૂંટણી માટે આજે ગુજરાતમાં મતદાન થઈ રહ્યું છે. એકતરફ આકરો તાપ છે તો બીજી તરફ મતદાનનો માહોલ છે. આજે ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી 25 બેઠકો પર મતદાન થવાનું છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતનાં આ પાંચ વિસ્તારોમાં મતદારોએ એકવાર નહીં પણ 2-2 વાર મતદાન કરવાનું છે.
આજે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોની સાથે વિધાનસભાની પાંચ બેઠકો પર પેટાચૂંટણી પણ આજે જ યોજાવાની છે. જેના પગલે આ પાંચ વિધાનસભા વિસ્તારમાં આવતા મતદારોએ લોકસભા અને વિધાનસભા બંને માટે મતદાન કરવાનું રહેશે.
રાજ્યમાં બિનહરીફ થયેલી સુરત સિવાયની બાકીની 25 લોકસભા બેઠકો પર મતદાન હાથ ધરાશે. લોકસભાની 25 બેઠકોની સાથેસાથે ગુજરાત વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે. જે મુખ્યત્વે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોને કારણે ખાલી પડેલી બેઠકનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આજે લોકસભાની 25 બેઠકોની સાથે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી પણ છે. જેમાં 1-પોરબંદર, 2-વિજાપુર, 3-ખંભાત, 4-માણાવદર અને 5-વાઘોડિયા બેઠકનો સમાવેશ થાય છે.
આ પાંચે બેઠકોના ઉમેદવારની વાત કરીએ તો પોરબંદર બેઠક પર ભાજપના અર્જુન મોઢવાડિયાની સામે કોંગ્રેસના રાજુ ઓડેદરા મેદાને છે, માણાવદર બેઠક પર ભાજપના અરવિંદ લાડાણી અને કોંગ્રેસના હરી પટેલ, વડોદરાની વાઘોડિયા બેઠક પર ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસના કનુ ગોહિલ, ખંભાત બેઠક પર ભાજપના ચિરાગ પટેલ અને કોંગ્રેસના મહેન્દ્રસિંહ પરમાર, વિજાપુર બેઠક પર ભાજપના સી. જે. ચાવડા અને દિનેશ પટેલ વચ્ચે ચૂંટણી યોજાવાની છે.