દહેગામમાં ગણેશ વિસર્જન સમયે મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યાં; 3ના મોત…
ગાંધીનગર: બે દિવસમા ગણેશ વિસર્જન સમયે પાણીમાં ડૂબવાની ઘટનાઓ ગુજરાતમાં સર્જાય ચૂકી છે ત્યારે આજે ફરી એકવખત ગાંધીનગરથી ગણેશ વિસર્જન દરમિયાન લોકો પાણીમાં ડૂબ્યાંના અહેવાલો મળી રહ્યા છે. વાસણા સોગઠી ગામ નજીક 10 લોકો પાણીમાં ડૂબ્યાં હોવાના અહેવાલો છે જ્યારે 3 મૃતદેહો પણ મળી આવ્યા હોવાની વિગતો મળી રહી છે.
આ પણ વાંચો : Gujarat માં છેલ્લા બે કલાકમાં સાત તાલુકામાં વરસાદ નોંધાયો
આ દુર્ઘટના ગાંધીનગરના દહેગામ નજીક મેશ્વો નદીમાં સર્જાય છે. અહી ગણેશ વિસર્જન કરવા આવેલા લોકોમાંથી 10 જેટલાં લોકો પાણીમાં ડૂબ્યાં હતા, જેમાંથી તારણ લોકોના મૃત્યુ થયા અહેવાલ છે. અહી તહેવારની રંગમાં શોકનો ભંગ પડ્યો છે.
બે દિવસ પહેલા જ ગુજરાતમાં પાટણની સરસ્વતી નદીમાં અને ધોરાજીની ભાદર નદીમાં ગણેશ વિસર્જન કરવા સમયે પાણીમાં ડૂબી જવાથી લોકોના જીવનો ભોગ લેવાયો હતો. પાટણની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન સમયે બેરેજમાં સાત લોકો ડૂબ્યાં હતા, જેમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા હતા. 4 કલાકની શોધખોળ બાદ ચારના મૃતદેહ મળ્યા હતા.
આ પણ વાંચો : નખત્રાણા બાદ હવે ગણપતિ વિસર્જન કરવા ભુજથી માંડવી પહોચેલા ભક્તો પર પથ્થરો ફેંકાયા!
આ સિવાય રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભાદર નદીમાં ગણેશ વિસર્જન સમયે એક યુવાનનો કાંઠે પગ લપસી ગયો હતો. આથી યુવક નદીના પ્રવાહમાં તણાયો હતો. જેમાં હિરેન ભાસ્કર નામના યુવકનું મોત થયું હતું.