બે આખલાની લડાઈમાં આધાર કાર્ડ માટે આવેલા લોકોનો ખો નીકળ્યો
રાજકોટ: રાજકોટ શહેર કોંગ્રેસે લોકોને ઉપયોગી એવો પ્રશ્ન સંદર્ભે આજે તંત્ર સામે રણસીંગુ ફૂંક્યું છે.
આધાર કાર્ડ સંદર્ભે લોકો જે હાર્ડ મારી ભોગી રહ્યા છે તે સંદર્ભે આજે જીવતી આપી હતી કે આજ સાંજ સુધીમાં પ્રશ્નનું નિરાકરણ લાવો અન્યથા આંદોલન કરવામાં આવશે.
આકરા તાપથી લોકો સવારથી મહાનગરપાલિકામાં આધાર માટે આવેલા પરંતુ એજન્સી અને કોન્ટ્રાક્ટરની લડાઈમાં લોકોને પરેશાની નો સામનો કરવો પડે છે.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી ની યાદી જણાવે છે કે આજે રાજકોટ મહાનગરપાલિકાના આધાર કેન્દ્રો પર લોકો સવારથી આવેલ હોય અને અલીગઢી તાળા જોવા મળ્યા હતા જાણવા મળ્યા મુજબ ઓપરેટરો અને આધાર એજન્સી વચ્ચે ની લડાઈમાં પ્રજાનો ખો નીકળી ગયો છે આજે રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોન માં આધાર કામગીરી સદંતર બંધ કરી દેવામાં આવી છે જે પગલે રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલયમાંથી આ બાબતે તાત્કાલિક સમાધાન કરી વલણ અખત્યાર કરી લોકોને પડતી મુશ્કેલી અને હાડમારીમાં યોગ્ય કરવા જવાબદાર અધિકારીને અપીલ કરવામાં આવી છે.
લાંબા સમયથી આધાર કાર્ડ માટે લોકોને કલાકો સુધી તપ કરવું પડે છે હાલ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) હેઠળ દીકરી દીકરાના એડમિશન લેવાના હોય આધાર કાર્ડમાં જે કાંઈ સુધારા વધારા કરવાના અત્યંત જરૂરી હોય છે. જે પગલે સવારે છ વાગ્યાથી લાઈનો લાગી જાય છે અને આ લોકોને આકરા તાપમાં પણ આજે ઘેર જવાનો વારો આવશે જોકે આજ સાંજ સુધીમાં આ અંગે યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલથી આંદોલન કરવું પડશે.
હાલ શહેરની બેંકોમાં પણ આધાર કાર્ડ ના કેન્દ્રો બંધ છે ત્યારે મહાનગરપાલિકામાં નવાગામ અને આજુબાજુના ગામમાંથી લોકો આધાર કાર્ડ માટે આવતા હોય છે તાલુકા કક્ષાએ અને મામલતદાર કચેરીએ ખો આપવામાં આવતી હોવાથી રાજકોટ મહાનગરપાલિકાની તમામ ઝોન કચેરીઓ ખાતે ભારે ઘસારો રહેતો હોય છે્.
આમ કોંગ્રેસ વિરોધ પક્ષની ભૂમિકામાં લોકોના પ્રશ્નો રજૂઆતો અને આંદોલન કરતી થઈ છે.