આપણું ગુજરાત

ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા સ્લમ કિલયરન્સ સેલની યોજનાઓમાં ૩૧-૩-૨૪ સુધી પેનલ્ટી માફી

નિર્ણયથી રિ-ડેવલપમેન્ટને વેગ મળશે: સમયસર હપ્તા ન ભરી શકનારાને ૮ ટકા વ્યાજ નહીં લાગે

અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કિલયરન્સ સેલની યોજનાઓમાં મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અન્વયે તા. ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી ૧૦૦ ટકા પેનલ્ટી માફી આપવાનો નિર્ણય કર્યો છે. વધુમાં વધુ લાભાર્થીઓ લાભ મેળવી શકે તે હેતુથી ભૂપેન્દ્ર પટેલે બાકી હપ્તાની રકમ ભરપાઇ કર્યેથી ૧૦૦ ટકા પેનલ્ટી માફી યોજના મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના તા. ૩૧ માર્ચ ૨૦૨૪ સુધીના સમય માટે જાહેર કરી છે. આ નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લિયરન્સ સેલની જૂની યોજનાઓમાં બાકી રહેતા લાભાર્થીઓના પરિવારજનોને પણ લાભ મળી શકશે. એટલું જ નહિ, સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનારા લાભાર્થીઓ માટે પણ વાર્ષિક ૮ ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇને લીધે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો અભૂતપૂર્વ નિર્ણય તેમણે કર્યો છે. મુખ્ય પ્રધાનના આ પ્રજાલક્ષી નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડને બાકી હપ્તાની વસૂલાત થશે અને નવાં આવાસોના આયોજનને આર્થિક વેગ મળશે. આ ઉપરાંત મકાન ધારકોને પેનલ્ટી માફી મળતાં હપ્તા પેટેની રકમ તેઓ ભરીને પોતાનો માલિકી દસ્તાવેજ કરાવી શકશે. આના પરિણામે હાઉસીંગ બોર્ડના જૂનાં મકાનોનું રિ-ડેવલપમેન્ટ પણ હાથ ધરી શકાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button