PayTM ગિફ્ટ સિટીમાં 100 કરોડનું કરશે રોકાણ..

ગાંધીનગર: રાજ્યના પાટનગરમાં આજે Vibrant Gujarat Global Summitનો ધમધમાટ છે. દેશ-વિદેશના અનેક સ્ટાર્ટઅપના પ્રણેતાઓ તેમાં ભાગ લઇ રહ્યા છે, એ બધાની વચ્ચે PayTM દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં રોકાણ કરવામાં PayTMએ રસ દાખવ્યો છે.
ફીનટેક કંપની વન97 જે PayTMની પેરન્ટ કંપની છે, તેણે વૈશ્વિક નાણાકીય ઇકોસિસ્ટમ બનાવવા માટે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં રૂ. 100 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. stock exchange BSE દ્વારા મળેલી માહિતી મુજબ AI સંચાલિત ક્રોસ બોર્ડર રેમિટન્સ અને વિશ્વસ્તરીય ઇનોવેશનની તકોને વધારવા માટે વિકાસ કેન્દ્ર સ્થાપિત કરશે.
PayTMના સંસ્થાપક તથા સીઇઓ કંપનીના સ્થાપક અને સીઇઓ વિજય શેખર શર્માએ જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટી વૈશ્વિક નાણાકીય હબ બનવા માટે તૈયાર છે, તે ભારતને નવીનતાના સંદર્ભે વૈશ્વિક નકશા પર મૂકશે. GIFT સિટીમાં વ્યૂહાત્મક રોકાણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ક્રોસ બોર્ડર રેમિટન્સને સક્ષમ કરશે, PayTm પેમેન્ટ્સ ટેક્નોલોજી લેન્ડસ્કેપમાં અનેક વૈશ્વિક તકો રજૂ કરે છે. અમે GIFT સિટીCEX ક્રોસ બોર્ડર ઇનોવેશન માટે અનુકરણીય ઇનોવેશન હબ તરીકે સેવા આપવા માટે ઉત્સાહિત છીએ.” તેમ સીઇઓ વિજય શેખર શર્માએ ઉમેર્યું હતું. ટૂંકમાં, આ રોકાણ વડે કંપની ગુજરાતમાં વેપારની નવી તકો ઉભી કરશે, જેમાં આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સનું પણ યોગદાન હશે.
Paytm એ ભારતની અગ્રણી મોબાઇલ પેમેન્ટ્સ અને નાણાકીય સેવાઓનું વિતરણ કરતી કંપની છે. ભારતમાં મોબાઈલ QR પેમેન્ટની પદ્ધતિ વડે જે ક્રાંતિ આવી છે, તે પછી હવે Paytm એવી ટેક્નોલોજી બનાવી રહી છે જેમાં નાના વેપારોને પેમેન્ટ અને વેપારમાં નાણાકીય જરૂરિયાતો ઉભી થતી હોય તેમાં મદદ મળે. Paytm શેરનો શેર પણ તેજીમાં જોવા મળી રહ્યો છે, હાલમાં તે 0.34 ટકાના વધારા સાથે 687ની આસપાસ ટ્રેન્ડ કરી રહ્યો છે. તેમાં 2 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે.