Pavagadh માં જૈન તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત થવાનો વિવાદ વકર્યો, આવેદનપત્ર આપી કડક કાર્યવાહી માગ

અમદાવાદ : ગુજરાતના પવિત્ર યાત્રાધામ પાવાગઠમાં(Pavagadh)જૈન(Jain)તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત થતા વિવાદ ઊભો થયો છે. જેમાં પાવાગઢ મંદિર જવાના જૂના પગથિયાની બાજુમાં તીર્થંકરોની મૂર્તિઓ હતી.જો કે મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે પાવાગઢ પોલીસ મથકે જૈન સમાજના લોકો એકઠા થયા હતા. હાલોલ જૈન સમાજે પાવાગઢ પોલીસને આવેદનપત્ર આપ્યું હતુ. તેમજ આ કૃત્ય કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.
કાર્યવાહી કરવા માગ કરી
આ ઉપરાંત જૈન સમાજે આ ઘટનાને લઇને રાજયમાં અલગ અલગ સ્થળોએ કલેકટરને આવેદનપત્ર આપશે. જેમાં જૈન સમાજે આજે સુરત અને પાવગઢ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ સમગ્ર ઘટનાની તપાસ કરીને કૃત્ય આચરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માગ કરી હતી.
પગથિયાનું સમારકામ કરતા ખંડિત થઈ
ઉલ્લેખનીય છે કે, પંચમહાલમાં આવેલ પાવાગઢ મહાકાળી માતાના મંદિરમાં જૂના પગથિયાની બાજુમાં લાગેલી હતી. તીર્થકારોની મૂર્તિઓ પગથિયાનું સમારકામ કરતા ખંડિત થઈ હતી તેમ જણાવવામાં આવી રહ્યું છે. મોડી રાત્રે પાવાગઢ પોલીસ મથકે જૈન સમાજના લોકો એકઠા થયા હતા અને પાવાગઢ પોલીસને આવેદનપત્ર આપી મૂર્તિઓ પુન: સ્થાપિત કરવા માગ કરી છે. તેમજ મૂર્તિઓ ખંડિત કરનાર પર કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે.
Also Read –