આપણું ગુજરાતટોપ ન્યૂઝ

પાટિલની પાઠશાળા: ગુજરાતનાં તમામ ધારાસભ્યો- સાંસદો હાજિર હો : એવું શું છે કે કરવો પડ્યો લાકડિયો તાર?

ગુજરાતમાં રાજ્ય સરકારે રવિવારે કેબિનેટ બેઠક બોલાવીને રાજ્યના નાગરિકોને મોટો આંચકો આપી દીધો અને પવન વેગે ‘વા વાયો ને નળિયું ખસિયું’ જેવા તર્ક વિતર્ક શરૂ થઈ ગયા. માત્ર ‘મુંબઈ સમાચારે’ જ રવિવારની કેબિનેટમાં શું નિર્ણય લેવાશે તે અંગે ચોખવટ પૂર્વક કહ્યું હતું. હવે કેબિનેટ બોલાવવા પહેલા શુક્રવારે જ ગુજરાતનાં તમામ ધારાસભ્યો અને સાંસદોને લાકડિયો તાર કરી ને મંગળવારે ગાંધીનગર કમલમમાં હાજર થવા ફરમાન કરાઇ ગયું હતું ? આ સાથે જ અન્ય તર્ક શરૂ થયા છે શું હશે પાટિલની પાઠશાળામાં?

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ભાજપ લડશે 160 બેઠક? બે મુખ્ય સહિતના સાથી પક્ષોને મળશે ફક્ત 128 સીટ!

ગુજરાત ભાજપમાં અત્યારે અંદર ખાને અને બહારથી (નાગરિકો) પણ નારાજગી પ્રવર્તી રહી છે. છેલ્લા એક-દોઢ મહિનાની વાત કરો તો 25 ઓગસ્ટના વડોદરા, રાજકોટ, પોરબંદર દ્વારકા, ખંભાળિયામાં પૂરની સ્થિતિ,પાણીના નિકાલનો અભાવ, ખેડૂતોના ધોવાઈ ગયેલા પાક. આ પહેલા રાજકોટનો ગેમજોન કાંડ અને ત્યાર બાદ સાગઠિયા જેવા TPO- ભ્રસ્ટ્રાચારની વણજાર, વડોદરા મહાપાલિકાનો અણઘડ વહીવટ-ધારાસભ્યોએ પ્રત્યે નારાજગી છાપરે ચઢીને પોકારી છે. ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાનનો મોટા ઉપાડે પ્રચાર -પ્રસાર પછી પણ સામાન્ય જનતાની ઉદાસીનતા ભાજપ સંગઠનને ઘેરી વળી છે. પાર્ટી કે સંગઠન જ્યારે આંખ ચોળે છે ત્યારે , હોસ્પીટલમાં દર્દીને ભાજપનો સદસ્ય બનાવી દીધો હોવાનું દેખાય છે. તો ક્યાંક શાળાના બાળકોને સદસ્ય બનાવી દેવાયાનો ઘટસ્ફોટ થાય છે. વલસાડ, મહેસાણા,પાટણ કે પછી સુરેન્દ્રનગર, ભાવનગરમાં ‘બોગસ રીતે’ સદસ્ય બનાવાઇ રહ્યા હોવાનું સાંભળી પ્રદેશ પ્રમુખ પાટિલનો પિત્તો હટી ગયો છે.

બીજી તરફ, વિધાનસભા-2022 પહેલા આરંભાયેલા ‘ભરતી મેળા’અંગે હવા પહેલેથી જ ગૂંગળાયેલી હતી. પણ લોકસભા ચૂંટણી વખતે, આ હવામાં કેટલાક ઝેરી રજકણો ઘોળાયા. કેટલીક બેઠકો પર ખુદ ભાજપના નેતાઓ અને ઉમેદવારો જ એવું અનુભવતા હતા કે, ‘પોતાના જ કેટલાક હરાવવા મેદાને પડ્યા છે’.આ ઘટના જૂનાગઢના માણાવદરની હોય, જેમાં કોંગ્રેસમાથી ભાજપમાં આવેલા ધારાસભ્ય અરવિંદ લાડાણી હોય કે, અગાઉ કોંગ્રેસમાથી આવેલા અને રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા જવાહર ચાવડા હોય. આ બંને તો આમને સામને છે જ. તેમાં વળી જૂનાગઢમાં વોંકળા ઉપર ગેરકાયદે બાંધકામ અને કમલમ જૂનાગઢ જ ગેરકાયદે હોવાનો જ્યારે ચાવડાએ ઘટસ્ફોટ કર્યો ત્યારે, ના તો સંગઠન અને ના તો સરકાર કશું બોલી શકી. મીડિયા પર શબદ વેધ ચાલુ રહ્યો અને એટલો જ ઘેરો સન્નાટો ભાજપમાં. કલ્પના તો કરો કે જે ભાજપ કાર્યાલયનું ઉદઘાટન જ પ્રદેશ અધ્યક્ષ પાટિલે કર્યું હોય, તે ગેરકાયદે હોવાનું સામે આવે ત્યારે, પેલી કહેવત લોકોને સ્મરણમાં આવી જાય ‘ભેંસના શિંગડાં, ભેસ ને જ ભારે’ -કઈક આવો ઘાટ ઘડાયો છે.

આ પણ વાંચો: પાટિલના કાર્યક્રમમાં “ઘેરહાજર” રહેલા સુરત ભાજપના 55 કોર્પોરેટરોને ભાજપની નોટિસ…

આ તો કેટલાક જ દાખલા છે. પણ જો એક યાદી બનાવવા બેસીએ તો, પાટિલની આવતીકાલની પાઠશાળા જાણે યૂનિવર્સિટીમાં તબદીલ થઈ જાય. તેટલો લાંબો સિલેબસ થઈ જાય તેવું છે.

ટૂંકમાં મંગળવારે પાટિલની પાઠશાળાની આ અનુક્રમણિકા છે. આ અંતર્ગત જ ધારાસભ્યો,પૂર્વ ધારાસભ્યોએ, સંગઠનના હોદ્દેદારો અને સાંસદો સહિતને આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી સાથે પાર્ટીની બહાર કરતાં અંદરના પડકારો પર લાલબત્તી ધરશે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker