આપણું ગુજરાત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાની અછત, દર્દીઓ બહારથી દવા લેવા મજબૂર

Rajkot News: રાજકોટ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં દવાની અછત હોવાના દર્દીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા, અહીંયા દર્દીઓને પૂરતા પ્રમાણમાં દવા નથી મળી રહી જેથી ગરીબ ઘરના લોકોને ભારે તકલીફ પડી રહી છે. જેના કારણે ગરીબ પરિવારના લોકોને બહારથી દવા લેવી પડે છે.

Also read: રાજકોટ AIIMSમાં પોસ્ટ માર્ટમની શરૂઆત થવાથી રાજકોટ સિવિલનું ભારણ ઘટશે

અત્રે ઉલ્લેખનીય છે કે, આ મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલના હિસાબી અધિકારીએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે છેલ્લે રી-ટેન્ડર વર્ષ 2015માં કરવામાં આવ્યું હતું. આ અંગે મેડિકલ સ્ટોર કાર્યકરોને નોટિસ ફટકારવામાં આવી છે. ટૂંક સમયમાં મેડિકલ સ્ટોર છે તે ખાલી કરી દેવામાં આવશે તેમ તેઓએ કહ્યું હતું. દવાની ઘટ અંગે તેમણે કહ્યું હતું કે, મોટાભાગની દવાઓ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. જે પણ દવાની ઘટ છે તે અંગે આરોગ્ય અધિકારીએ વિગતો માંગી હતી. જેથી આરોગ્ય અધિકારીને પણ જે દવાની ઘટ છે તે અંગે જાણ કરાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button