આપણું ગુજરાત

Patanમાં વર્ગખંડની છત પરથી પટકાતાં શાળાનાં આચાર્યનું મોત

પાટણ: જૂન મહિનો એટલે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થાય અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે નવા સબંધની શરૂઆત થતી હોય છે. પરંતુ આ દરમિયાન પાટણના સમી તાલુકાના રાજપુર ગામની પ્રાથમિક શાળામાં એક દુખદ ઘટના બની હતી. અહી પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બતાવતા નટવરભાઈ દરજી શાળાની છત પર લગાવેલ પતરા તૂટી જતાં નીચે પટકાયા તેમનું મોત નીપજ્યું હતું.

મૂળ સમી તાલુકાના ભદ્રાડા ગામના વતની અને રાજપુર ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા નટવરભાઈ દરજી દ્વારા નવા શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ બુધવારે શાળામાં સાફાઈની કામગીરી હાથ ધરી હતી. વેકેશનના ગાળામાં વર્ગખંડની છત પર પડેલા કચરાને સાફ કરવા માટે પોતે જ છત પર ચડયા હતા. આવનાર સમયમાં વરસાદ પડે અને શૈક્ષણિક કામમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે તેઓ છત પર ચડયા હતા.

આ પણ વાંચો : TET- TAT પાસ ઉમેદવાર શિક્ષકોની ત્રણ જ મહિનામાં થશે ભરતી; કેબિનેટમાં નિર્ણય

જો કે આ દરમિયાન વર્ગખંડનું સિમેન્ટનું પતરું તૂટી પડતાં નીચે રૂમમાં પટકાયા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જો કે તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જો કે આચાર્યના મૃત્યુના સમાચાર સાંભળીને વિદ્યાર્થીઓ, ગ્રામજનો, મૃતકના પરિવાર અને શાળા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

શાળાના વર્ગખંડની આવી હાલતને લઈને તંત્રને જાણ કરવામાં આવી હતી પરંતુ કઈ કામગીરી ન થતાં એક નિર્દોષ આચાર્યનો ભોગ લેવાય ગયો હતો. જો કે તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ બાબતે અમને કોઈ જ ફરિયાદ મળી નથી. આ બાદ તંત્ર દ્વારા સમગ્ર જિલ્લાની 67 પ્રાથમિક શાળાઓને જર્જરિત વર્ગખંડો ઉતારી લેવાની સૂચના આપવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો દુનિયામાં અસ્તિત્વમાં આવેલા નવા દેશો વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો