આપણું ગુજરાતપાટણ

કુદરત રૂઠી તો રૂઠી પણ માનવતા મહેંકી ઊઠીઃ કચ્છ એક્સપ્રેસ પાટણ ખાતે અટવાઈ તો દોઢસો જણની ટીમે…

અમદાવાદઃ પ્રકૃતિએ પેટર્ન બદલી છે ત્યારે મોટા ભાગના રાજ્યોમાં એકસાથે સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. જીવન માટે જરૂરી એવો આ વરસાદ એકસાથે પડવાથી આફત સમાન બની જાય છે અને જનજીવન પર ભારે અસર કરે છે. આવા સમયે તંત્ર પણ મર્યાદામાં કામ કરી શકતું હોય છે ત્યારે નાગરિક તરીકે અને માનવતાના નાતે આપણી પણ ફરજ બને છે કે આપણે મદદનો હાથ લંબાવીએ. આવું જ કંઈક પાટણના નાગરિકોએ કર્યું છે.

મુંબઈથી ઉપડેલી કચ્છ એક્સપ્રેસ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને કારણે વિરમગામ અને સામખિયાળી વચ્ચે રોકાઈ ગઈ હતી. આથી ટ્રેન વિરમગામથી મહેસાણા પાટણ વચ્ચે દોડાવવામાં આવી અને પાટણ ભિલડી વચ્ચેની નવી લાઈન પરથી સમખિયાળી અને ત્યાંથી તેને ગાંધીધામ પહોંચાડવાનો નિર્ણય રેલવેએ લેવો પડ્યો હતો.

Patan people helped passengers stuck in Kutch express

આ ટ્રેનમાં સોમવારે સાંજથી બેઠેલા મુસાફરો સવારે દસ વાગ્યા ગાંધીધામ પહોંચવાના હતા, પરંતુ વરસાદે આખું સમયપત્રક વેરવિખેર કરતા આ ટ્રેન બીજા દિવસે સાંજે સાતેક વાગ્યે પાટણ પહોંચી હતી. ટ્રેન પાટણ પહોંચે તે પહેલા જ રેલવેના અમુક સ્થાનિક કર્મચારીઓએ અહીંની સ્વયંસેવી સંસ્થાઓને મદદ કરવા જણાવ્યું હતું. તેમના એક સાદે જ પાટણના 150 જણ ભેગા થઈ ગયા હતા અને ફૂડ પેકેટ્સ બનાવી લોકોને આપ્યા હતા. આ કામની આગેવાની અહીની રામ રહીમ સંસ્થાએ લીધી હતી.

Patan people helped passengers stuck in Kutch express

આ સાથે અહીંની ખૂબ જ ફેમસ માનસી ટી સ્ટોલે લગભગ 1000 જેટલા કપ ચા આખી ટ્રેનના મુસાફરોને પીવડાવી હતી. લગભગ 20-25 મિનિટમાં સ્વયંસેવકો અને સેવાભાવીઓએ રઝળેલા લોકોને પાણી, બાળકોને દૂધ અને ફૂડ પેકેટ્સ પૂરા પાડી માનવતા મહેંકાવી હતી.
આમ પણ પાટણ તેની પ્રભુતા માટે વિશ્વવિખ્યાત છે ત્યારે આ સેવાભાવીઓએ પોતાના વતનની ઓળખસમું જ કામ કર્યું છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button