આપણું ગુજરાત
Passangers attention please: અમદાવાદ મંડળની આટલી ટ્રેનના સંચાલનમાં થયા છે ફેરફાર
અમદાવાદઃ પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ પર અમદાવાદ-ગેરતપુર સેક્શનના કાંકરિયામાં ન્યુ કોમ્પલેક્સ યાર્ડને ત્રીજી લાઈનથી કનેક્ટિવિટીના સંબંધમાં નૉન ઇન્ટરલોકિંગ કામ માટે 3 જુલાઈ 2024 ના રોજ એક બ્લોક લેવામાં આવશે. આ કારણે કેટલીક ટ્રેનોનો વ્યવહાર પ્રભાવિત થશે, તો મુસાફરો નોંધ લે અને પોતાનો પ્રવાસ આ રીતે પ્લાન કરે.
પૂર્ણ રૂપે રદ્દ ટ્રેનો
- 3 જુલાઈ 2024 ના રોજ ટ્રેન નંબર 19036/19035 અમદાવાદ-વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે.
- 3 જુલાઈ 2024 ના રોજ ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમૂ રદ્દ રહેશે.
- 3 જુલાઈ 2024 ના રોજ ટ્રેન નંબર 09312 અમદાવાદ વડોદરા મેમૂ રદ્દ રહેશે.
- 3 જુલાઈ 2024 ના રોજ ટ્રેન નંબર 09495/09496 વડોદરા-અમદાવાદ-વડોદરા મેમૂ રદ્દ રહેશે.
આંશિક રૂપે રદ્દ ટ્રેનો - 3 જુલાઈ 2024 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ચાલનારી ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રદ્દ રહેશે.
- 3 જુલાઈ 2024 ના રોજ ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રદ્દ રહેશે.
માર્ગમાં રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનો
- 2 જુલાઈ 2024 ના રોજ સિકંદરાબાદથી ચાલનારી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ 01 કલાક 30 મિનિટ રેગ્યુલેટ થશે.
- 1 જુલાઈ 2024 ના રોજ ગુવાહાટીથી ચાલનારી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 01 કલાક 30 મિનિટ રેગ્યુલેટ થશે.
- 3 જુલાઈ 2024 ના રોજ જોધપુરથી ચાલનારી ટ્રેન નંબર 16533 જોધપુર-કેએસઆર બેંગલુરૂ એક્સપ્રેસ 45 મિનિટ રેગ્યુલેટ થશે.
- 3 જુલાઈ 2024 ના રોજ જામનગરથી ચાલનારી ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 45 મિનિટ રેગ્યુલેટ થશે.