Ratan Tataના નિધનથી ગુજરાતનાં પારસી સમુદાયમાં શોક: સુરતમાં ખેલૈયાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ
અમદાવાદઃ દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ગત મોડી રાતે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રતન ટાટાનાં અવસાનથી વિશ્વભરમાં શોકનો માહોલ છે. ત્યારે ગુજરાતમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદમાં વસતા પારસી સમુદાયમાં ભારે ગમગીની છવાઈ છે. જ્યારે સુરતમાં ગરબા કાર્યક્રમની વચ્ચે મૌન રાખી રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
અમદાવાદમાં શોકનો માહોલ
ભારતનાં દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાની દુનિયામાંથી વિદાય દેશ માટે મોટી ખોટ છે. તેમના અવસાનથી સમગ્ર વિશ્વમાં શોક છવાયો છે. આજે રાજકીય સન્માન સાથે તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે. આ પહેલા મુંબઈનાં વર્લી સ્મશાન ઘાટ ખાતે સવારે 10 થી 3.30 વાગ્યા સુધી લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે. ગુજરાતમાં રહેતા પારસી સમુદાયમાં પણ શોકની લાગણી ફેલાઈ છે. અમદાવાદમાં રહેતા પારસી સમુદાય દ્વારા રતન ટાટાનાં અવસાન પર દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. સુરતમાં ગરબા રોકી મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે રાત્રે નિધન થયું. 86 વર્ષની ઉંમરે તેમણે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી ઉદ્યોગપતિઓથી લઈને મનોરંજન, રાજકારણ અને રમત જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેમના મૃત્યુના શોક પર મહારાષ્ટ્ર સરકારે તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. ગુરુવારે તેમના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપવા માટે NCPA ખાતે રાખવામાં આવશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેરાત કરી છે.
Also Read –